<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

ડો. એમ. કે. કાદરીનો જન્‍મ દિવસ

રાજકોટ તા. ર૮ :.. મુસ્‍લિમ સમાજના જાણીતા સેવાભાવી અગ્રેસર ડો. એમ. કે. કાદરીનો આજે જન્‍મ દિવસ છે અને તેઓ આજે જીવનના ૬૩ માં વર્ષમાં પ્રવેશ્‍યા છે. ગત તા. ર૮-૯-૧૯૬ર ના જન્‍મેલા ડો. એમ. કે. કાદરી રાજકોટ મુસ્‍લિમ ડોકટર્સ એસો.નાં પ્રમુખ, રાજકોટ જીલ્લા આયુર્વેદીક મે. પ્રે. એસો.ના સેક્રેટરી, રાજકોટ વૈદ્યસભાના સહમંત્રી, કોઠારીયા રોડ ડોકટર્સ એસો.ના ઉપપ્રમુખ તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે. આજે જન્‍મ દિવસની સાથે સાથે તેઓના ‘ઝૂબૈદા કલિનિક' (જંગલેશ્વર, હુસેની ચોક) નો પણ ૩૯મા વર્ષમાં પ્રવેશ થયો હોઇ આ પ્રસંગે ડો. રૂકમુદીન કડીવાર, ડો. અમિત હપાણી, ડો. અતુલ પંડયા, ડો. વેકરીયા તથા ડો. રાજેશ પટેલ (અમેરિકા) સહિતના તબીબો, મિત્રોએ શુભેચ્‍છાઓ પાઠવી હતી.

(12:02 PM IST)