તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th September 2024
ભાવેશ પટેલ માટે કાલની ઘડી રળિયામણી, જન્મદિનની વધામણી

રાજકોટ : તેજ તાકાત અને તરવરાટનો ત્રિવેણી સંગમ ધરાવતા બિલ્ડર શ્રી ભાવેશ પટેલનો જન્મ ૧૯૬૮ ના વર્ષની ર૯ સપ્ટેમ્બરે થયેલ. કાલે તેમના જાજરમાન જીવનના પ૭માં વર્ષનું પ્રથમ પ્રભાત ઉગશે. પટેલ ટીમ્બર ગ્રુપનાં શ્રી ભાવેશ પટેલ (તળાવિયા) નિષ્ઠાવાન અને પ્રતિષ્ઠાવાન સમાજ શ્રેષ્ઠી તરીકે જાણીતા છે. જમીન- મકાનના વ્યવસાય ઉપરાંત સામાજિક ક્ષેત્રે પણ તેમનું યોગદાન રહ્યું છે. સમાજ માટે યોગી નહિ તો ઉપયોગી જરૂર થઇ શકાય તે બાબતે તેમણે સિધ્ધ કરી છે. કાલના જન્મદિન નિમિતે આજથી જ તેમના પર શુભેચ્છા વર્ષા શરૂ થઇ ગઇ છે. મો. ૯૮૭૯૧ ૦૬૦૪૪ રાજકોટ.
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
