<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

આટકોટના ઐતિહાસિક અંબાજી મંદિરના વ્યવસ્થાપક મનસુખભાઈ હિરપરાનો આજે જન્મદિવસ

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા.૩૦ :  આટકોટના ઐતિહાસિક અંબાજી મંદિરના સફળ સંચાલક અને વ્યવસ્થાપક મનસુખભાઈ હિરપરાનો આજે જન્મદિવસ હોય શુભેચ્છાનો વરસાદ વરસી રહ્યો છે 

આટકોટના નાયબ મામલતદાર અને નિવૃત્તિ બાદ આટકોટના સરપંચ તરીકે તેમજ પટેલ સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત શ્રી વિદ્યાવિહાર હાઈસ્કૂલના સફળ સંચાલક અને આટકોટ અંબાજી મંદિરને સૌરાષ્ટ્રમાં દર્શનાર્થીઓ માટે તેમજ પર્યટકો માટે  રમણીય સ્થાન બનાવનાર સ્વ.એ.વી. હિરપરાનો અંબાજી મંદિરના સંચાલનનો વારસો પુત્ર મનસુખભાઈ હીરપરાને મળ્યા બાદ પિતા કરતા પુત્ર સવાયો એમ અંબાજી મંદિરને વર્ષોથી આજે પણ દર્શનાર્થીઓ માટે આસ્થાનું ધામ મનસુખભાઈ હિરપરાએ જાળવી રાખ્યું છે.

 

 મનસુખભાઈ જસદણ તાલુકા અને રાજકોટ જિલ્લા ભાજપમાં પણ મહત્વના હોદા ઉપર રહી ચૂક્યા છે આટકોટના અગ્રણી વેપારી પણ છે આટકોટ તેમજ આજુબાજુના ગામમાં તમામ સમાજમાં લોક ચાહના ધરાવતા મનસુખભાઈ હિરપરાને તેમના મોબાઈલ નં.(99788 03510)ઉપર શુભેચ્છાનો વરસાદ વરસી રહ્યો છે.

(9:15 AM IST)