<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

શહેર એસઓજીના હેડકોન્‍સ્‍ટેબલ સિધ્‍ધરાજસિંહ જાડેજાનો જન્‍મદિવસ

રાજકોટ તા. ૪: શહેર એસઓજીના હેડકોન્‍સ. સિધ્‍ધરાજસિંહ જાડેજા (મો. ૯૬૨૪૩ ૭૮૦૫૦)નો આજે જન્‍મદિવસ છે. મુળ ધુળીયા દોમડાના વતની સિધ્‍ધરાજસિંહ ૨૦૧૧ની બેચમાં પોલીસમાં ભરતી થયા બાદ પ્રથમ ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનમાં પોસ્‍ટીંગ થયું હતું. જ્‍યાં સાત વર્ષ ડી. સ્‍ટાફમાં અધિકારીઓ, સાથી કર્મચારીઓ  સાથે અનેક નોંધપાત્ર ડિટેક્‍શન કર્યા હતાં. એ પછી ક્રાઇમ બ્રાંચમાં તેમની નિમણુંક થઇ હતી. ત્‍યારબાદ કુવાડવા, યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનમાં ફરજ બજાવી હતી. હાલમાં તેમની કામગીરીની નોંધ લઇ એસઓજીમાં નિમણુંક અપાઇ છે. અધિકારીઓ, મિત્રો,  તરફથી સતત જન્‍મદિવસની શુભેચ્‍છાઓ મળી રહી છે.

(11:32 AM IST)