<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

જય વસાવડાનો કાલે જન્‍મદિવસ

કલમ સમ્રાટ, કોલમીસ્‍ટ, લેખક, સંપુર્ણ વકતા, જીવતુ જાગતું જ્ઞાન-ગુગલ, ફિલ્‍મ દુનિયાના ઇતિહાસની હરતી-ફરતી યુનિવર્સિટી અને અનેકો વિષયોના જાણકારીના ગાગરમાં સાગર એવા

(મીનાક્ષી-ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણઃ ગુજરાતી અખબારોની સાપ્તાહીક પુર્તિઓ, મેગેઝીનોમાં છેલ્લા ર૬ થી પણ વધુ વર્ષોથી  રસ ઝરતી ગરમાગરમ, મીઠી જલેબી જેવા જ્ઞાનપ્રદ-વિજ્ઞાન-ધર્મ-રમતજગત-સાંપ્રત ઘટના પર્વ વિષયના ઉંડાણ સાથેના લેખો પીરસતા એવા જય વસાવડાનો આવતીકાલે ૬ ઓકટોબરે રવિવારે જન્‍મદિવસ છે.

સૌરાષ્‍ટ્રના ગોંડલમાં જન્‍મ, રાજકોટ કર્મભુમી અને જુનાગઢ સાથે અતુટ નાતો એવા જય વસાવડાનો ૬ ઓકટોબર ૧૯૭૩ના રોજ જન્‍મ રાજકોટ નજીક આવેલ ગોં૯લ મુકામે થયેલ. શાળામાં ગયા વિના જ ઘરે જ પ્રાથમીક શિક્ષણ મેળવ્‍યું.

લગભગ ર૦ જેટલા પુસ્‍તકો તેમણે લખ્‍યા છે. રાજકોટની ભાલોડીયા કોલેજમાં બે વર્ષ લેકચરર અને ત્રણ વર્ષ પ્રિન્‍સીપાલ તરીકે ફરજ બજાવી છે.

તેમના ઘરમાં ૧૯૦૦૦ થી વધુ બુકસ ૬૦૦૦ જેટલી સીડી-ડીવીડીનો વૈભવ છવાયેલો છે. જેનું નિયમીત શ્રવણ-વાંચન-રીયાઝ પણ થતું રહે છે.

મોટાભાગની ફિલ્‍મો તેઓ સીનેમા હોલમાં પ્રથમ દિવસે જ જુવે અને પછી કાગળના કેનવાસ ઉપર હેયું ઠાલવી એ ફિલ્‍મ વિષે તલસ્‍પર્શી અવલોકન લખે.

તેઓના અઢી લાખથી પણ વધારે ફેસબુક, ઇન્‍સ્‍ટ્રાગ્રામ, ટવીટર, યુ ટયુબ ઉપર ફોલોઅર્સ છે.

સ્‍પોર્ટસ, વિજ્ઞાન, ધર્મ, રાજકારણ, દેશ-વિશ્વના સાંપ્રત પ્રવાહો વિષે એવા દ્રઢ વિશ્વાસથી લખે કે વકતવ્‍ય આપે કે શ્રોતાઓ કે વાંચકોને ગરમાગરમ શીરાની જેમ ગળે ઉતરી જાય.

બ્‍લેક એન્‍ડ વ્‍હાઇટ ફિલ્‍મથી માંડી કલર-ડીજીટલ યુગ સુધી સિનેમાનો ઇતિહાસ, પ્રાચીન ફિલ્‍મોના સુવર્ણ યુગના મધુરા ગીતો એટલા પચાવ્‍યા છે કે અડધી રાત્રે ઉંઘમાંથી ઉઠાડો તો પણ કડકડાટ બોલી જાય.

વિશ્વના રપ દેશોમાં તેના પ્રવચનો યોજાઇ ચુકેલા છે.

ટીવી શો સંચાલન અને એન્‍કરીંગમાં પણ ગજબની હથરોટી છે. તેઓના પ્રવચનો તાલીઓના ગડગડાટથી છવાઇ જતા હોય છે. જન્‍મદિન નિમિતે આગોતરા હાર્દિક અભિનંદન શુભેચ્‍છા વરસાદ થઇ રહયો છે. (મો. ૯૮રપ૪ ૩૭૩૭૩)

(12:17 PM IST)