<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

રાજકોટના એડવોકેટ મહેશ યાદવના પુત્ર આર્યનનો આજે જન્‍મદિવસ

રાજકોટ : રાજકોટના એડવોકેટ રેવન્‍યુ પ્રેકટીશ્‍નર મહેશ આર યાદવના પુત્ર આર્યનનો આજે તા. ૫ ના રોજ જન્‍મદિવસ છે. તેમણે તેમની શૈક્ષણીક કારકિર્દીના ૧૫ વર્ષ પુર્ણ કરી ૧૬ માં વર્ષ તરફ શૈક્ષણીક ક્ષેત્રે આગળ વધવા પ્રયાણ કરેલ છે.

ધોરણ-૧૦ માં મોદી સ્‍કુલમાં અભ્‍યાસ કરતા આર્યનને તેમના મિત્ર-શાળાના આચાર્ય- શિક્ષકો તથા તેમના દાદા રામજીભાઇ, દાદી હંસાબેન, પિતા મહેશભાઇ (એડવોકેટ) તથા મમ્‍મી દિવ્‍યાબેન ઉર્ફે ચંદ્રીકાબેન યાદવ (પીજીવીસીએલ) એ જન્‍મદિવસે શુભેચ્‍છાઓ પાઠવી છે. અને ભવિષ્‍યમાં શૈક્ષણિક ક્ષેત્રે યાદવ પરિવારનું નામ ઉજાળશે તેવી અભિલાષા વ્‍યકત કરી છે.

(12:21 PM IST)