<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

રાજકોટ લોહાણા મહાજનના મનાદમંત્રી રીટાબેન કોટકનો જન્‍મદિવસ

રાજકોટ : લોહાણા મહાજનના માનદમંત્રીનો આજે જન્‍મદિવસ છે . તેઓ મહિલા મિલન ક્‍લબના પ્રમુખ તરીકે ધણા સમયથી સેવાઓ પ્રદાન કરે છે.ઉપરાંત બાળકોનો નાનપણથી જ વિકાસ થાય અને તેજસ્‍વીતા પ્રાપ્ત થાય તે માટે તેઓ ઉત્‍કર્ષ ક્‍લબના પ્રમુખ તરીકે કાર્યરત છે. તેઓ વ્‍યવસાયે રાજ્‍ય સરકારમાં પોતાની ૩૮ વર્ષ સુધી વહીવટી ક્ષેત્રે સેવાઓ આપેલ.  વહાલુડીના વિવાહ. દિકરાનું ઘર સાથે પોતાની સેવાઓ પ્રદાન કરે છે. રાજ્‍ય સરકારના યુવા અને સાંસ્‍કળતિક  પ્રવળત્તિઓ ગાંધીનગર વિભાગ દ્વારા આયોજિત ખેલ મહાકુંભ, ટેલેન્‍ટ હન્‍ટ, બાળ પ્રતિભા શોધ વગેરે વિવિધ પ્રવળતિઓ માં ઉદધોષક અને નિર્ણાયક ઉપરાંત સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી દ્વારા પપ્રતિવર્ષ યોજાતા યુથ ફેસ્‍ટિવલમાં પણ નિર્ણાયક તરીકેની સેવાઓ વર્ષો થયા આપે છે.  ૯૪૨૭૪૩૮૧૧૭, ૮૨૦૦૨૭૮૧૧૭

(3:49 PM IST)