<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

હેપીમેરેજ બ્‍યુરોવાળા જયશ્રીબેન ચિનોયના જન્‍મદિવસે સેવાકાર્યો

રાજકોટ તા. ૭: જય સીયારામ મિત્ર મંડળ ગ્રૂપના જીવદયાપ્રેમી હેપીમેરેજ બ્‍યુરોના હિમાંશુભાઇ ચિનોય (૯૮૯૮૦ ૩૨૬૦૦) ના ધર્મપત્‍ની શ્રીમતી જયશ્રીબેન ચિનોયનો જન્‍મદિવસ હોય તેમના દ્વારા જય સીયારામ મિત્ર મંડળના હરીશભાઇ હરિયાણી (૯૮૨૫૨ ૭૨૬૬૯) ના સથવારે સેવાકાર્યો કરવામાં આવેલ.જેમાં કબૂતરને ૫૦ કિલો ચણ, શ્‍વાનોને ૪૦ લીટર દૂધ તેમજ ૨૦૦ રોટલી અને ૫ કિલો ડોગીના બિસ્‍કીટ, ૫ કિલો કાબરને ગાંઠિયા, તેમજ સિવિલ હોસ્‍પિટલમાં બિનવારસી ડેડ બોડીઓને ઓઢાડવામાં આવતા સફેદ કપડા કફન માટે રૂપિયા ૧૦૦/- આપવામાં આવેલ તેમજ દીકરાનું ઘર વૃધ્‍ધાશ્રમમાં ૬૦ વૃધ્‍ધ માતા પિતાઓને મંગળવારે તા. ૮ ના નાસ્‍તો કરાવવામાં આવશે. આ સેવાકાર્ય ને સફળ બનાવવા હરીશભાઇ હરિયાણી, હિમાંશુભાઇ ચીનોય, જયશ્રીબેન ચીનોય, નિલેશભાઇ દાણીધારિયા, કોૈશિકભાઇ પોરિયા, પ્રણવભાઇ મકવાણા અને વિનુભાઇ મિસ્‍ત્રીએ જહેમત ઉઠાવેલ હતી.

(4:19 PM IST)