તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
મોટા ગજાના કોન્ટ્રાકટર, દિલેર દાતા મદનસિંહ સિસોદીયાનો આજે જન્મદિવસ
અંબાણી પરિવાર જેવા મોટા પરિવાર કે મોટી કથા સમયે તાલીમબધ્ધ, વિશ્વાસુ સ્ટાફ પુરા પાડવા માટે જાણીતા છે પરિવાર સાથે એક હજાર શુભેચ્છકો દ્વારા નાના ગામ જેવા વન વર્લ્ડમાં ગત રાતથી લાગણભરી ઉજવણી

રાજકોટ : અંબાણી પરિવાર જેવા મોટા પરિવારના પ્રસંગો કે મોટો કથાના આયોજન સમયે વિશ્વાસુ અને તાલીમબદ્ધ સ્ટાફ પૂરો પાડવા માટે જાણીતા મૂળ રાજસ્થાનાં ડુંગરપૂરનાં વતની અને છેલ્લા ૧૭ વર્ષથી રાજકોટનાં લોકો સાથે દૂધમાં સાકાર માફક ભળી ગયેલા ગુજરાત સહિત વિવિધ રાજયમાં આગવું નામ ધરાવતા શ્રી મદનસિંહ સિસોદિયાનો આજે જન્મ દિવસ હોવાથી તેમના પરિવારના ગાયત્રીબા, સુપુત્રી દેવ્યાંશી બેન સાથે જેમને પોતાનું પરિવાર મને છે તેવા નાના ગામ જેવી વસ્તી ધરાવતા રાજકોટના મરીન લાઈન્સ તરીકે ઓળખાતા ૧૫૦ રીંગ રોડનાં વન વર્લ્ડ રેસી.નાં એક હજાર લોકો દ્વારા ગત રાતે આ દિલેર દાતાનાં જન્મ દિવસની ઉજવણી અનેરી રીતે કરી હતી. તેમના રાજસ્થાન, ગૂજરાતનાં વિશાળ શુભેચ્છકો દ્વારા સતત અભિનંદન વર્ષી રહ્યા છે. (મો. ૭૦૪૮૮ ૮૮૦૦૫) (૨૧.૨૧)
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
