તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૪ શનિવાર
News of Friday, 11th October 2024
બી.જી.ગરૈયા કોલેજના પ્રેસીડેન્ટ વનરાજભાઇ ગરૈયાનો જન્મદિન

રાજકોટ,તા. ૧૧: જ્ઞાનજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ તેમજ બી.જી. ગરૈયા હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને આયુર્વેદ કોલેજના સંચાલક અને વિશ્વ હિન્દુ પરિષદ તથા ઇન્ડિયન લાયન્સ તેમજ આહીર સમાજની વિવિધ પ્રવળતિઓ સાથે સંકળાયેલા તેમજ અમદાવાદ આહીર કન્યા છાત્રાલયના ટ્રસ્ટી તદુપરાંત આહીર કન્યા છાત્રાલય પીપળીયાના ટ્રસ્ટી તેમજ બાબરા પાસે આવેલ દરેડ ગામની આપા મેરામની જગ્યાના પ્રમુખ એવા જાણીતા શિક્ષણવિદ્ વનરાજભાઈ ગરૈયાનો આજે તા. ૧૧ના જન્મદિવસ છે. યશસ્વી જીવનના બાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
ખૂબ જ સામાન્ય સ્થિતિમાંથી આજે એક સમળદ્ધ વિદ્યા સંકુલનો વારસો સર્જનાર શ્રી વનરાજભાઈ ગરૈયા શૈક્ષણિક કાર્યો સાથે વિવિધ ક્ષેત્રે સામાજિક સેવાકીય પ્રવળતિ કરી રહ્યા છે તેમની પ્રગતિ નું કારણ તેમના મતે તેમનું સંયુક્ત પરિવાર છે જેમાં તેના ભાઈઓ રામભાઈ અને એભલભાઈ તેમજ તેના ભત્રીજા મનોજભાઈ અને મેહુલભાઈનું ખુબ મોટું યોગદાન છે.ઉપરાંત NATION FIRST FOINDATIONના પણ ટ્રસ્ટી છે.તેઓ સ્વદેશી વિચારધારા સંગઠન ઇન્ડિયન લાયન્સના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ છે.
ગુજરાત ભરમાં ઇન્ડિયન લાયન્સની ૭૫ થી પણ વધુ ક્લબ્સના તેઓ મુખ્યપ્રણેતા પણ છે તેઓ ઇન્ડિયન લાયન્સના નેશનલ વાઈસ ચેરમેન તરીકે પણ સેવા આપે છે. તેમના વડપણ હેઠળની ગરૈયા જ્ઞાનપીઠ અંતર્ગત બી.જી. ગરૈયા હોમિયોપેથિક મેડિકલ કોલેજ & હોસ્પિટલ, બી.જી. ગરૈયા આયુર્વેદિક કોલેજ & હોસ્પિટલ ઉપરાંત નોબેલ ડે એન્ડ રેસીડેન્સીયલ સ્કૂલ, તથા નોબલ સ્કૂલ્સ (આર્યનગર), તથા નોબલ વિધાલય (રામેશ્વર પાર્ક), વાસુદેવ વિધાલય (પુનીત નગર) સહિતના શિક્ષણ સંસ્થાઓમાં ૪૦૦૦ થી પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તેઓ માઉન્ટ પેલેશ હોટલ તેમજ મોન્સ્ટર જિમ પણ ચલાવી રહ્યા છે.આજે જન્મેલ દિવસ નિમિતે તેઓને મો. ૯૯૨૫૦ ૨૪૬૦૮ ઉપર શુભેચ્છા મળી રહી છે.
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
