<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

ગાયત્રી માતાજીના ઉપાસક-સેવાભાવી ચલાલાના ડો. રતિદાદાનો જન્‍મદિન

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ,તા.૧૧ :  સેવાના ભેખધારી ગાયત્રી માતાજીના પરમ ઉપાસક પૂ. શ્રી ડો. રતિદાદાનો આજે ૭૦મો જન્‍મદિવસ છે.

ચલાલા અને આજુબાજુના વિસ્‍તારોમાં તમામ પ્રકારની સેવા પ્રવળત્તિ માટે પૂ. શ્રી ડો. રતિદાદાનું નામ ગૂંજી રહ્યું છે.અહિં આવતા તમામ લોકોની તકલીફ વેદમાતા માતા દેવી ગાયત્રી માતાજી દ્વારા અને એ માટે નિમિત્ત ગાયત્રી મંદિરના ચલાલાના શિલ્‍પી પૂ. રતિદાદા દ્વારા દૂર થાય છે. એક નાનકડી શરૂઆતથી લઈને આજે પૂ.શ્રી ડો. રતિદાદા દ્વારા ગાયત્રી સંસ્‍કાર ધામ તથા હરિબા મહિલા કોલેજ વટવળક્ષ બની ગયેલ છે. જેમાં તેમની અથાક મહેનત પરિશ્રમ અને કુટુંબીજનોનો સાથ સહકાર તથા લોકોનો સેવા માટેનો તેનામાં રહેલ ભાવ અને સેવાની ભાવનાના દર્શન  થયા છે. એવા પરમ પૂ. શ્રી ડો. રતિદાદાના ન્‍મદિવસ નિમિત્તે મો. નં. ૮૮૬૬૩૭૪૧૧૨ ઉપર શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

(1:26 PM IST)