<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

પ્રદેશ ભાજપ કારોબારી સભ્‍ય અને બ્રહ્મ અગ્રણી જીતુભાઇ મહેતાનો આજે જન્‍મદિન

રાજકોટ : બ્રહ્મ અગ્રણી શ્રી જીતુભાઇ મહેતાનો આજે જન્‍મ દિવસ છે. તેઓ ગુજરાત ભાજપ પ્રદેશ કારોબારી સભ્‍ય છે. તેમજ  નહેરૂ યુવા કેન્‍દ્ર, ગુજરાતના પૂર્વ ચેરમેન, ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પૂર્વ મહામંત્રી અને પૂર્વ ઉપપ્રમુખ, પૂર્વ પ્રભારી મધ્‍ય પ્રદેશ અને મુંબઇ ભાજપ યુવા મોરચામાં સેવા આપી છે, જન્‍માષ્‍ટમીએ શોભાયાત્રા કાઢવામાં તેમનો સિંહફાળો રહ્યો છે. તેઓ શ્રી રામનાથ મહાદેવના પરમ ઉપાસક છે. આજે દશેરાએ જીતુભાઇ મહેતાના જન્‍મદિને તેઓને મિત્ર વર્તુળ, ભાજપના આગેવાનો દ્વારા શુભેચ્‍છાઓ વરસી રહી છે. (મો. ૯૪ર૬ર પ૦૭૧૧)

(3:01 PM IST)