<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

રાજકોટ બાર એસો.ના પ્રમુખ અને વકીલો માટે ૧૦૮ની જેમ દોડતા બકુલ રાજાણીનો જન્‍મદિવસ

રાજકોટ તા. ૧૪ : રાજકોટ બાર એસોસીએશનન ઇતિહાસમા ચાર વખત પ્રમુખ તરીકે ચુંટાઇને હર હંમેશ વકીલોના પ્રશ્નોને વાચા આપી અને કોઈપણ વકીલોના પ્રશ્નો માટે ૨૪×૭ હેલ્‍પલાઈન નં. ૯૮૨૫૨ ૧૧૩૯૧ ખુલ્લી મુકનાર બકુલ રાજાણીનો આજે જન્‍મ દિવસ છે.

સને ૨૦૨૦માં જામનગર રોડ, રાજકોટ ખાતે નવી કોર્ટ બિલ્‍ડીંગના ભુમિ પુજનમાં ગુજરાત હાઇકોર્ટેના ચીફ જસ્‍ટીસ શ્રી સાથે ભુમી પુજન કરેલ તેમજ મહાદેવની કૃપાથી ૨૦૨૪ મા સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્‍ડિયાના ચીફ જસ્‍ટીસ ડી.વાય. ચંદ્રચુડ શ્રી અને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્‍ટીસ સુનિતા અગ્રવાલશ્રી અને અન્‍ય જજીસ ની હાજરીમાં નવી સુવિધાસભર અદ્યતન કોર્ટે બિલ્‍ડીંગનું વકીલો માટે લોકાર્પણ કરેલ હતું. અને વકીલોની તમામ સુવિધા માટે ખુબ જ મહેનત કરેલ છે. અને છેલ્લા ૨૫ વર્ષથી જુનીયર વકીલો ના કોઈપણ પ્રશ્નનો તત્‍કાલ નિર્ણય લઇ આવતા જુનિયરોએ કાકાનું બિરૂદ આપતા હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટ સુધી કાકા તરીકે બકુલ રાજાણીએ લોક ચાહના મેળવેલ છે.

રાજકોટની અનેક ધાર્મીક, સામાજીક અને સેવાકીય સંસ્‍થા સાથે સંકળાયેલ ભારતીય જનતા પક્ષના અગ્રણી તેમજ રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ તથા ધારાશાષાી અને નોટરી તેમજ સામાજીક ક્ષેત્રે બકુલ વી. રાજાણી સંકળાયેલા છે. વ્‍યવસાયે ધારાશાષાી બકુલ રાજાણી સૌરાષ્ટ્ર કચ્‍છ લોયર્સ ફેડરેશનના સ્‍થાપક પ્રમુખ, રાજકોટ જીલ્લા જેલ સમિતીના સદસ્‍ય છે.

રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ તરીકે બકુલ રાજાણીએ તમામ વકીલોના હિતમા કોઇપણ વકીલની રજુઆત હોય નાયક તરીકે કામ કરતા હોય જેથી કોર્ટમાં બકુલ રાજાણી ૧૦૮ તેમજ નાયક તરીકેની છાપ વકીલોમાં ધરાવતા હોય અને હંમેશા વકીલોના હિતમા કાર્ય કરતા હોય જેથી વકીલોમા બહોળી સંખ્‍યામા કાકા તરીકેની છાપ ધરાવે છે.જુનિયર બાર એસોસીએશનના પ્રમુખ તરીકે પાંચ વર્ષ સુધી રહી ચુકેલ શ્રી બકુલ રાજાણીએ સૌરાષ્ટ્ર કચ્‍છ લોયર્સ ફેડેરેશનની રચના કરી તેના પ્રમુખ તરીકે કાર્યભાર સંભળ્‍યા બાદ વકીલોને વિનામુલ્‍યે વારંવાર પ્રવાસ તેમજ કોર્ટમા જુનિયરને માર્ગદર્શન માટેના કાર્યક્રમોનું પણ આયોજન કરેલ હતું.નાનપણથી જ સેવાને પોતાનો મંત્ર બનાવનાર શ્રી બકુલ રાજાણી અત્‍યાર સુધીમાં ૨૧ વખત રક્‍તદાન પણ કરી ચુકેલ છે. બકુલ રાજાણીએ રાજકોટ એડવોકેટ વેલ્‍ફેર ફંડમાં રૂા. ૧,૧૧,૧૧૧નું અનુદાન આપેલ.જે હજુ સુધી સૌથી વધારે વ્‍યક્‍તિગત અનુદાન છે.

અત્‍યાર સુધીમાં ૧૬ થી વધુ ગરીબ પરિવારની દિકરીઓને પોતાના ખર્ચે પ્રભુતામા પગલા મંડાવનાર બકુલ રાજાણીએ છેલ્લા ૧૯ વર્ષ દરમ્‍યાન જય ભવાની ગરબી મંડળની બાળાઓને સોનાના ચેઈનથી માંડીને ૧૭૦ લીટરના ફ્રીજ સુધીની લ્‍હાણી બાળાઓને અર્પણ કરી ચુકેલ છે. ધાર્મીક પ્રસંગોની ઉજવણી, સર્વે પિતૃ મોક્ષાર્થે જ્ઞાન પારાયણ, ધુન ભજન જેવા અનેક ધાર્મિક આયોજન તેઓની રાહબરી હેઠળ નિયમિત આયોજન કરનાર બકુલ રાજાણીને તેમના જન્‍મદિને વિશાળ મિત્ર વર્તુળ દ્વારા તેમના મોબાઇલ નં. ૯૮૨૫૨ ૧૧૩૯૧ ઉપર શુભેચ્‍છા વર્ષા થઈ રહી છે.

(11:38 AM IST)