News of Monday, 14th October 2024
‘કૂકર' માટે શુભેચ્છાની સીટી વાગીઃ અશ્વિન વ્યાસનો જન્મદિન

રાજકોટ : પાટનગર, ગાંધીનગરના નામાંકીત પત્રકાર અકિલાના બ્યુરો ચીફ શ્રી અશ્વિન કાંતિલાલ વ્યાસ માટે આજે ૧૪ ઓકટોબરનો દિવસ વિશેષ યાદગાર છે. આજે તેમણે વાઇબ્રન્ટ જીવનના ૬૩માં વર્ષમાં (જન્મ ૧૯૬ર) પ્રવેશ કરતા જન્મદિનની શુભેચ્છા વરસી રહી છે.
‘કૂકર' તરીકે જાણીતા શ્રી અશ્વિન વ્યાસ બહુમુખી પ્રતિભા છે. સાડા ત્રણ દાયકાથી પત્રકારો ક્ષેત્રે સંકળાયેલા છે. ગાંધીનગર પ્રેસ એક્રેડીશન કલબના સ્થાપક પ્રમુખ બન્યા બાદ ર૬ વર્ષ સુધી સેવા આપેલ. ગાંધીનગર મધુર દૂધ ઉત્પાદક સંઘ (ડેરી) માં વાઇસ ચેરમેન અને ડીરેકટર રહી ચૂકયા છે. ૩ ટર્મથી જિલ્લા ખાદી બોર્ડમાં સભ્ય છે. મહાનગરપાલિકામાં પ વર્ષ કોર્પોરેટર તરીકે રહ્યા હતાં. તેમના સબંધોનું વર્તુળ વ્યાપક છે. મો. ૯૮રપ૦ ૩૯૦૪૯ ગાંધીનગર
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
