તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 14th October 2024
સુરેન્દ્રનગર-મોરબી જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ - કચ્છ જિલ્લા ભાજપ પૂર્વ પ્રભારી પ્રદેશ ભાજપ આગેવાન બીપીનભાઈ દવેનો જન્મદિવસ

રાજકોટ તા.૧૪: સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લા ભાજપ ના પૂર્વ પ્રમુખ અને કચ્છ જિલ્લા ભાજપના પૂર્વ પ્રભારી અને પ્રદેશ ભાજપ અગ્રણી અને હાલમાં ગુજરાત પ્રદેશ ભાજપ શિષ્ત સમિતિના સદસ્ય બીપીનભાઈ દવેનો આજે જન્મદિવસ છે. બીપીનભાઈનો જન્મઃ૧૪-૧૦-૧૯૫૬ના રોજ થયો હતો બીપીનભાઈ પોતાના જીવનના ૬૮ વર્ષ પુરા કરી ૬૯માં વર્ષમાં મંગલપ્રવેશ કરી રહ્યા છે. બીપીનભાઈ દવે નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલ છે બીપીનભાઈ દવે સંઘની દ્રષ્ટિએ તળતીય વર્ષ શિક્ષિત સ્વયંસેવક છે અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાથે ઓ.ટી.સી વર્ગ નું શિક્ષણ પ્રાપ્ત કરેલ બીપીનભાઈ દવે જાહેર જીવન માં અનેક સેવાકીય સામાજિક પ્રવળત્તિ સાથે સતત સંકળાયેલા છે જેમ કે બિનવારસી લાશના અંતિમ સંસ્કાર કરવાના હોય કે કોઈ ગંભીર અકસ્માત થયો હોય કુદરતી આફત આવી પડી હોય તો પોતાની નૈતિક જવાબદારી સમજી સેવાકાર્યમાં લાગી જાય અને મોરબી મચ્છુ હોનારત વખતે પણ સતત ૮ દિવસ સેવાકાર્યમાં જોડાયા હતા. જનસંઘ સમયે સક્રિયતાથી કાર્ય કરી અને જનસંઘમાં વિવિધ જવાબદારી સંભાળી અને ભારતીય જનતા પક્ષ ની સ્થાપના ૧૯૮૦માં થઇ ત્યારથી અત્યાર સુધી વિવિધ હોદા ઉપર સેવા આપી રહયા છે. બીપીનભાઈ દવે બી.એ, બી.એડ સુધીનો અભ્યાસ કર્યો છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય તરીકે સેવા આપી ચુકયા છે અને હળવદ નગર પંચાયત હતી તે સમયે સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને છેલ્લે એસ.ટી નિગમના ડાયરેક્ટર તરીકે સેવા આપેલ હાલ સંસ્કાર ચેરીટેબલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે પણ જવાબદારી સંભાળે છે. બીપીનભાઈ દવેને મો.નં. ૯૮૨૫૫૨૧૨૩૯ પર શુભેચ્છાઓ વરસાદ વરસાવી રહ્યા છે
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
