તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Monday, 21st October 2024
સેવાના સારથિ, રાજકારણના માનવંતા મહારથી નીતિન ભારદ્વાજનો જન્મદિન

રાજકોટ : શહેર ભાજપના પૂર્વ પ્રમુખ, સુરેન્દ્રનગરના પૂર્વ પ્રભારી, પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી નિતીન ભારદ્વાજનો આજે જન્મ દિવસ છે. તેઓનો જન્મ તા. ર૧ ઓકટોબર ૧૯૬૩ ના દિવસે થયેલ. આજે તેઓ યશસ્વી જીવનના ૬ર માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.
નીતિન ભારદ્વાજ ભૂતકાળમાં બે વખત સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પદે રહી ચૂકયા છે. જુદા - જુદા જિલ્લાઓમાં પ્રભારી તરીકે તેમજ પ્રસંગોપાત ચૂંટણી નિરીક્ષક તરીકે કુનેહપૂર્વક કામગીરી કરી ચૂકયા છે. સંગઠન અને વહીવટ બન્ને ક્ષેત્રના અનુભવી છે.
રાજકારણની પીચ પર વર્ષોથી અણનમ રહ્યા છે. સંગઠનને મજબૂત બનાવવા જોરશોરથી કાર્ય કર્યુ છે. સુરેન્દ્રનગરમાં પ્રભારી તરીકે તેઓએ ઉમદા કામગીરી કરી અને ભાજપને આ લોકસભા બેઠક ઉપર વિજય બનાવવા બહુમૂલ્ય યોગદાન આપેલ. તેમના જન્મદિને રાજકીય, સામાજીક, વિવિધ ક્ષેત્રના આગેવાનો, પક્ષના કાર્યકરો દ્વારા મો. ૯૮ર૪૦ ૪૩૦૪૩ ઉપર શુભેચ્છાનો ધોધ વરસી રહ્યા છે.
(4:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
