News of Wednesday, 23rd October 2024
બહુમુખી અને બહુ સુખી પ્રતિભા ધનસુખ ભંડેરીનો જન્મદિન

રાજકોટ : ભાજપના જુના અને જાણીતા નેતા શ્રી ધનસુખ ભંડેરીની જાહેર જીવન સાથે વર્ષોથી સંકળાયેલા છે. તેમણે પોતાની કારકીર્દીને શિલ્પીની જેમ કંડારીને આજે ર૩ ઓકટોબરે મીઠાસભર્યા જીવનના (જન્મ ૧૯૬૩) ૬રમાં વર્ષમાં કદમ માંડયા છે. તેમો મુળ અમરેલી જિલ્લાના વતની છે.
શિક્ષક તરીકે વર્ષો સુધી સેવા આપી નિવૃત થયા છે. ભૂતકાળમાં બે વખત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ, કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન, મેયર, ગુજરાત મ્યુનિસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન, લોકસભા બેઠકના ઇન્ચાર્જ તેમજ જુદા જુદા જિલ્લાઓમાં ભાજપના પ્રભારી તરીકે રહી ચૂકયા છે. વિજય પંથે શ્રેણીબધ્ધ સફળતા મેળવી હાલ હળવાશ અનુભવી રહ્યા છે. મો. ૯૯૦૯૦ ૩૧૩૧૧ રાજકોટ
(4:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
