<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

કચ્‍છ પૂર્વના તરવરિયા યુવા આઇપીએસ સાગર બાગમારનો આજે જન્‍મ દિવસ

વ્‍યાજખોરો, દેશદ્રોહી તત્‍વો, રીઢા ગુનેગારો સામે સખત હાથે કામ લેનાર આઇપીએસ પર શુભેચ્‍છા વર્ષે છે અનરાધાર

રાજકોટ તા. ર૮:  આજે રાજ્‍ય પોલીસ તંત્રના કાર્યદક્ષ અને લોકોના પ્રશ્‍ને સતત જાગળત એવા કચ્‍છ પૂર્વના એસપી સાગર બાગમારનો જન્‍મ દિવસ હોવાથી તેમના વિશાળ શુભેચ્‍છકો દ્વારા તેમના પર અભિનંદન અવિરત વર્ષી રહ્યા છે.મૂળ રાજસ્‍થાનના આ વતની એવા આ આઇપીએસ દ્વારા જેતપુર ખાતે એસીપીના કાર્યકાળ દરમિયાન અનેક પડકારરૂપ ઘટનાઓમાં પરિણામ લક્ષી કાર્યવાહી કરેલ. તાલીમ પીરીયડ જૂનાગઢમાં પસાર કરેલ હોવાથી સૌરાષ્ટ્‌ કચ્‍છની સંસ્‍કળતિથી ખૂબ સારા જાણકાર બન્‍યા છે. ૨૮/૧૦,/૯૧ નાં રોજ જેમનો જન્‍મ થયેલ છે તેવા આ આઇપીએસને સુરત ખાતે ડીસીપી તરીકે મૂકવામાં આવતા અહી તત્‍કાલીન પોલીસ કમિશનર અજય તોમરનાં નેતળત્‍વમાં વ્‍યાજખોરો, રીઢા ગુનેગારો સામેના જંગમાં ખૂબ મહત્‍વની ભૂમિકા ભજવી હતી. 

તેમની ફરજનિષ્‍ઠા ધ્‍યાને રાખી તેમની કચ્‍છ બોર્ડર જેવા સંવેદનશીલ વિસ્‍તારમાં નિમણૂક સાથે ખાલી રહેલ કચ્‍છ વેસ્‍ટની જગ્‍યાનો ચાર્જ ૪ માસથી વિશેષ સમય સુધી તેમની પાસે રાખવામાં આવેલ. મો. ૯૯૭૮૪ ૦૫૬૯૦

(3:07 PM IST)