તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th October 2024
એડવર્ટાઇઝીંગ વ્યવસાય - પત્રકારત્વ અને જનસેવાની ત્રેવડી ભુમિકા નિભાવતા રાજુભાઇ જુંજાનો જન્મ દિવસ

રાજકોટ તા. ૩૦ : એડવર્ટાઇઝીંગ વ્યવસાય સાથે ૩૧ વર્ષથી સંકળાયેલા અને સાથે સામાજીક ક્ષેત્રે પણ સેવારત એવા રાજુભાઇ નોંધાભાઇ જુંજાનો આજે તા. ૩૦ ના જન્મ દિવસ છે. મુળ ધ્રોલ તાલુકાના લૈયારામાં જન્મેલા રાજુભાઇએ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ સુધીનો અભ્યાસ કરી પત્રકારત્વ તરફ પ્રયાણ કર્યુ. વિવિધ અખબારોનો અનુભવ મેળવ્યા બાદ હાલ ભરતભાઇ જોષી સાથે સિમ્પલ એડ એન્ડ કોમ્યુનીકેશનના વ્યવસાયને વેગવંતો બનાવી રહ્યા છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં ડીરેકટર તરીકે રહી વેપારીઓના પ્રશ્નો માટે જાગરૂકતા દાખવી છે. સમુહલગ્ન, શૈક્ષણિક સેમીનાર, ચિંતનશિબિર, રકતદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, ટ્રાફીક અવેરનેશ જેવી પ્રવૃત્તિઓમાં મોખરે રહે છે. જન્માસ્ટમી રથયાત્રા અને જગન્નાથજી રથયાત્રામાં સક્રીય સેવકની ભુમિકા અદા કરે છે. ગોપાલક સમુહલગ્ન સમિતિના નેજા હેઠળ ૨૭ વર્ષમાં ભરવાડ સમાજની ૨૪૦૦ થી વધુ દીકરીઓના લગ્ન કરાવવામાં સહભાગી બન્યા છે. બૃહદ રાજકોટ પ્રતિષ્ઠાન, સાર્વજનીક સેવા સમિતિના પ્રમુખ તેમજ સરદારનગર રોડ વેપારી એસોસીએશનના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. આજે જન્મ દિવસ નિમિતે તેઓને મો.૯૮૯૮૧ ૦૨૪૭૨ ઉપર ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.
(4:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
