તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 31st October 2024
રાજકોટના યુવા એડવોકેટ ધર્મેશ સખીયાનો જન્મદિવસ

રાજકોટ બાર એસોસીએશનના પૂર્વ જોઈન્ટ સેક્રેટરી, શહેર ભાજપ લીગલ સેલના કારોબારી સભ્ય એડવોકેટ ધર્મેશ જી. સખીયાનો આજે જન્મદિવસ છે. તેઓએ યશસ્વી જીવનમાં ૩૭ વર્ષ પુર્ણ કરી ૩૮માં વર્ષમાં મંગલ ઙ્કવેશ કર્યો છે. એડવોકેટ ધર્મેશ સખીયાએ વર્ષ ૨૦૧૦માં સનદ મેળવી વકીલાતની શરૂઆત કરી હતી. હાલ રેવન્યુ તેમજ સિવિલ ક્ષેત્રે પ્રેકિટસ કરી રહ્યા છે. હાલ તેઓ રાજકોટ રેવન્યુ બારના સંગઠન મંત્રી તરીકે પોતાની સેવા આપી રહ્યા છે. ખોડલધામ લીગલ સમિતિના પાયાના પથ્થર એવા ધર્મેશભાઈ સામાજિક કાર્યોમાં હંમેશા અગ્રેસર રહ્યા છે. તેઓ વકીલોના હિત માટે હરહંમેશ કાર્યરત હોવાથી વકીલોમાં લોકચાહના ધરાવે છે. રાજકોટ બાર એસો.માં પૂર્વ કારોબારી સભ્ય ઓન રહી ચૂકયા છે. મિલનસાર સ્વભાવના યુવા એડવોકેટ ધર્મેશ જ. સખીયાને રાજકોટ બાર એસોસીએશનના સીનીયર તથા જુનીયર વકિલઓ, રાજકીય, સામાજિક આગેવાનો, સ્વજનો તથા મિત્રો તરફથી મો. નં. ૯૯૭૪૯ ૯૦૦૦૭ ઉપર અઢળક શુભેચ્છાઓ મળી રહી છે.
(12:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
