News of Wednesday, 6th November 2024
ગીર સોમનાથ જીલ્લા એલસીબી પોલીસ ઇન્સ્પેકટર અરવિંદસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

(ભાસ્કર વૈધ દ્વારા) પ્રભાસ-પાટણ તા.૬: ગીર સોમનાથ જિલ્લાના લોકલ ક્રાઈમબ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર અરવિંદસિંહ જાડેજાનો આજે ૬ નવેમ્બરે જન્મદિવસ છે.
મોરબી જિલ્લાના કોટડાનાયાણી ગામે તા. ૬/૧૧/૧૯૭૬ના રોજ જન્મેલા અરવિંદસિંહના પિતાશ્રી ખેડૂત અને સરપંચ રહી ચુક્યા છે. તેઓનું પ્રાથમિક શિક્ષણ કોટડા નાયાણી, લીંબડી, વાંકાનેર વગેરે સ્થળે થયું છે. ગુજરાત હોકી ટીમના તેઓ નેશનલ પ્લેયર છે. અમદાવાદ, ધંધુકા, રાણપુર, જસદણ, શાપર વેરાવળ, ખંભાળિયા ધોરાજી, રાજકોટ, ભાયાવદર, વીરપુરમાં તેઓ ફરજ બજાવી ચુક્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં સહયોગી અધિકારીઓ તેમજ સ્ટાફ ટીમ વર્કથી તેમણે વણઉકેલ્યા અનેક ગુના ઉકેલ્યા છે. નોંધપાત્ર કામગીરી બદલ રાજ્યના ડીજીપી તરફથી ડીસ્ક એવોર્ડ તેમને એનાયત કરાયો છે. તેમના જન્મદિવસે ઠેર ઠેરથી અભિનંદન શુભેચ્છા વરસાદ થઈ રહ્યો છે. મો.નં.૯૮૭૯૩૧૦૦૭૭.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
