News of Wednesday, 6th November 2024
એડવોકેટ તથા નોટરી સંજય જોષીનો આજે જન્મદિનઃ શુભેચ્છા વર્ષા

રાજકોટ,તા.૬ રાજકોટના યુવા અને લોકપ્રિય એડવોકેટ સંજયભાઈ જે. જોષીનો આજરોજ જન્મદિવસ છે, રાજગોર બ્રાહ્મણ એવા સંજયભાઈએ એમ.કોમ.એલ.એલ.બી. સુધીનો અભ્યાસ કરી અને વકીલાત શરૂ કરેલ છે. તેઓ સીવીલ, રેવન્યુ, ક્રીમીનલ, સહકારી મંડળીઓ, તેમજ ગ્રાહક સુરક્ષાને લગતા કેસોની સારી પેકટીશ કરે છે. તેઓ ગુજરાત નોટરી ફેડરેશનના કન્વીનર (સ્થાપક) છે. રાજકોટ જીલ્લા રજીસ્ટ્રાર (સહકારી મંડળીઓ) રાજકોટ રાજકોટ ડીસ્ટ્રીકટ કો-ઓપ બેંક, રાજકોટ નાગરીક સહકારી બેંક, રાજબેંકના પેનલ એડવોકેટ છે.રાજગોર બ્રાહ્મણ યુથ કલબના પાયાના કાર્યકર છે. તેમજ અનેક હાઉસીંગ સોસાયટીઓ તેમજ સહકારી સંસ્થાઓ તથા ટ્રસ્ટો સાથે સંકળાયેલ છે. અને કોર્ટ લોબીમાં વકીલોમાં સંજુબાબા તરીકે ખુબ જ સારી લોક ચાહના ધરાવે છે. તેમજ સામાકાંઠા વિસ્તારમાં ખુબ જ મોટું મીત્ર વર્તુળ ધરાવે છે. તેમજ રાજકોટના તમામ વકીલોને જોડતા અને વકીલોમાં ખુબજ લોકપ્રિય એવા વોટસએપ ગૃપ એડવોકેટના ૮ ગ્રુપના તમામ વકીલો મિત્રો સહીત સમગ્ર મિત્રમંડળ, જ્ઞાતિજનો, સગાસ્નોહીઓ દ્વારા તેમને (મો.નં.૯૮૨૪૮ ૨૪૨૯૩, ૯૧૦૪૦ ૨૪૨૯૩) શુભેચ્છા વર્ષા થઈ રહી છે.
(4:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
