તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th November 2024
રાજકોટ જીલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી અશોકભાઇ ચાવનો જન્મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૬ :. રાજકોટ જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી, જસદણ- વિછીયા પંથકના સામાજિક આગેવાન , ગોડલાધારનાં સરપંચ, હંમેશા જરૂરિયાતમંદ લોકો સાથે રહી તેઓનાં પ્રશ્નોનું નિરાકરણમાં મદદરૂપ થનારા અશોકભાઈ એમ. ચાવનો આજે જન્મદિન છે. જસદણ જીનિંગ એસોસિએશનના પ્રમુખ અને માર્કેટ યાર્ડના પૂર્વ પ્રમુખ અશોકભાઈ તેઓની કપાસ - મગફળીની મિલમાં CSR (Corporate social responsibility) હેઠળ મહિલાઓના આર્થિક સશક્તિકરણ - ઉન્નતિ માટે અનેક રોજગારલક્ષી પ્રવળત્તિ ચલાવી રહ્યા છે. જેમાં મહિલાઓને કોમ્યુટરની તાલીમ તથા સિલાઇ મશીનની તાલીમ વિનામૂલ્યે આપવામાં આવે છે. આ તાલીમ માટે તમામ મહિલાઓને આવનજાવનની વ્યવસ્થા પણ કંપની તરફથી નિઃશુલ્ક છે. તેમના મો. નં. ૯૪ર૮ર ૧૦૬ર૪ ઉપર જન્મદિનની શુભેચ્છા વર્ષા થઇ રહી છે
(3:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
