News of Friday, 8th November 2024
ગુજરાત રાજય રાજયપાલ પ્રિન્સીપલ સેક્રેટરી અશોક શર્માનો જન્મ દિવસ
દેવભૂમિ દ્વારકા-પોરબંદર જીલ્લા પૂર્વ કલેકટર

(ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ તા. ૮ :.. જુનાગઢ ગિરનારા બ્રાહ્મણ પરિવારમાં તા. ૮-૧૧-૧૯૬પ ના રોજ જન્મેલા અશોક શર્માનો આજે તા. ૮ નવેમ્બરે જન્મ દિવસ છે.૧૯૯૩ થી ગુજરાત વહીવટી સેવાઓમાં જોડાયેલા સને ર૦૦૮ ની બેચના આઇ.એ.એસ. ઓફીસર અશોક શર્મા આ અગાઉ રાજય સર્વશિક્ષા અભિયાન સચિવ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જીલ્લા કલેકટર, ગીર-સોમનાથ ડીડીઓ, સોમનાથ ટ્રસ્ટ એડમીસ્ટ્રેટર, જુનાગઢ એડીશ્નલ કલેકટર, અમરેલી અધિક કલેકટર સહિત વિવિધ જગ્યાઓ ઉપર સફળ ફરજો બજાવી ચૂકેલ છે.હાલમાં ગુજરાત રાજયપાલના પ્રિન્સીપલ સેક્રેટરી તરીકે કાર્યરત છે.તેઓએ ર૦ જેટલા પુસ્તકો લખ્યાં છે. જેમાં ગીતા ઉપર ૭ પુસ્તકો તથા રામાયણ, ભાગવત, યોગ દર્શન, યુવા પ્રેરણા, ‘જય ગિરનાર જય સોમનાથ', ‘મોહન સે મોહન', પોરબંદરનો ઇતિહાસ પુસ્તકો લખેલા છે.કુશળ શાસક ઉપરાંત આધ્યત્મ સાધક એવા તેમના જન્મદિને ઠેરઠેરથી અભિનંદન શુભેચ્છાઓનો વરસાદ મો. ૯૬૩૮પ ૧૪૯૦૦ ઉપર થઇ રહ્યો છે.
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
