<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

રાજયપાલના અગ્રસચિવ અશોક શર્માનો જન્‍મદિન

પોરબંદર અને દ્વારકાના પૂર્વ કલેકટર

રાજકોટઃ ગુજરાતના રાજયપાલના અગ્રસચિવ શ્રી અશોક શર્માનો જન્‍મ તા. ૮ નવેમ્‍બર ૧૯૬પના દિવસે થયેલ આજે ૬૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ પોરબંદરમાં નાયબ કલેઢકટર અમરેલી અને જુનાગઢમા નિવાસ નાયબ કલેકટર વેરાવળ અને જુનાગઢ નગરપાલિકામાં વહીવટદાર સોમનાથ ટ્રસ્‍ટમાં સચિવ, સર્વેશિક્ષા અભિયાનમાં નિયામક ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી સંકલિત બાલ વિકાસ યોજનામાં નિયામક પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં કલેકટર તરીકે ફરજ બજાવી ચૂકયા છે. ર૦૦૮ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.

ફોન નં. ૦૭૯-ર૩ર૪૩૧૭૧ મો. ૯૬૩૮પ ૧૪૯૦૦ ગાંધીનગર

(12:14 PM IST)