તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 14th November 2024
મોરબી જીલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ડો. હિરેન પારેખનો જન્મદિન

(ભાવિન સેજપાલ દ્વારા) ટંકારા તા. ૧૪ :.. મોરબી જીલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ડો. હિરેન પારેખનો આજે તા. ૧૪ ને ગુરૂવારે જન્મ દિવસ છે. તેઓ ૪૦માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. સોની સમાજના પ્રતિષ્ઠીત પરિવાર ભનાભાઇ જવેલર્સ વાળા રમેશભાઇના પુત્ર ડો. હિરેન પારેખ નાની ઉંમરથી જ સામાજીક રાજકીય હોદોઓ ઉપર રહી સમાજ સેવાના કાર્ય કરી રહ્યા છે. ર૦૦પ થી સક્રિય રીતે રાજકીય કારકિર્દી શરૂ કરી વાંકાનેર શહેર ભાજપના યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે શરૂ કરેલ.
ભારતીય જનતા પાર્ટીમાં વાંકાનેર શહેર યુવા મોરચાના પ્રમુખ, વાંકાનેર, શહેર ભાજપના મહામંત્રી, ર-ટર્મ મોરબી જીલ્લા ભાજપની રચના થતા ર-ટર્મ જીલ્લા ભાજપ મહામંત્રી અને હાલમાં જીલ્લા ભાજપના ઉપાધ્યક્ષ તરીકે કાર્યરત છે.
સંગઠનની કુશળતા અને કોઠાસુઝને કારણે ર૦૧૭ અને ર૦રર વાંકાનેર વિધાનસભાના ઇન્ચાર્જ તરીકે ઉત્તર પ્રદેશમાં બારાબંકી જીલ્લામાં પ્રવાસી કાર્યકર્તા તરીકે ર૦રર ની વિધાનસભાની ચૂંટણીઓમાં જામનગર ઉતરના વિધાનસભા પ્રભારી તેમજ ર૦ર૪ લોકસભા ચૂંટણીમાં જામનગર દક્ષિણ વિધાનસભા પ્રભારી તરીકે સફળતાપૂર્વક કાર્ય કરેલ છે.
તેમણે M.com., M.Phil., L.L.B., અને Ph.D. સુધીનાં ઉચ્ચ અભ્યાસ કરેલ છે સમાજ માટે અને પાર્ટી માટે વિકાસના કાર્ય કરી રહેલા આ યુવા નેતાને ભારતીય જનતા પાર્ટીના અનેક વરિષ્ઠ આગેવાનો સાથે સીધા સંવાદ થી જોડાયેલા છે.
તેઓ પોતાના પારિવારીક વ્યવસાય ઉપરાંત શીક્ષણ, બાંધકામ અને સીરામીક મટીરીયલ્સના ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. ડો. હિરેનભાઇ પારેખનાં (મો. ૯રર૭૮ ર૧૯૯૯) ઉપર જન્મદિનની શુભેચ્છાવર્ષા થઇ રહી છે.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
