News of Thursday, 14th November 2024
ફોટોગ્રાફર-પત્રકાર જયેશ રાવરાણીનો જન્મદિવસ

રાજકોટ તા. ૧૪: પત્રકાર અને ફોટોગ્રાફર જયેશ રાવરાણી (૯૨૬૫૦ ૨૭૧૧૮)નો આજે જન્મદિવસ છે. શહેરમાં બનતી નાનામાં નાની ઘટના સ્પષ્ટ અને સત્ય રીતે દર્શકો સુધી પહોંચાડે છે અને દરેક ફિલ્ડની ઘટનાઓ કે પછી પ્રજાકીય પ્રશ્નો હોય તેના ફોટા કેદ કરી ખાસ ખબર મીડિયાના માધ્યમથી ઉચ્ચકક્ષા સુધી પહોંચાડી તંત્રનો કાન આમળે છે. નાની વયે જ પત્રકારત્વમાં સફળ થઈ આજે મીડિયા ક્ષેત્રમાં નામના ધરાવે છે. જેઆરના નામથી મિત્રોમાં જાણીતા જયેશ સોળ વર્ષથી પત્રકારત્વ સાથે સંકળાયેલા છે. ગરબા કીંગ તરીકે પણ તે રાસોત્સવમાં અનેક વખત વિજેતા થઇ ચુક્યા છે.
(2:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
