News of Saturday, 16th November 2024
સાવરકુંડલા શહેરના અગ્રણી પત્રકાર બિપીનભાઈ પાંધીનો આજે જન્મદિવસ

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા,તા.૧૬ : પાંત્રીસ વર્ષ સુધી શહેરમાં શિક્ષણની ધુણી ધખાવીને સાવરકુંડલા શહેરનાં હજારો વિદ્યાર્થીઓને પ્રશિક્ષિત કરવામાં જેનું નોંધનીય યોગદાન છે એવાં સાવરકુંડલા શહેરનાં પ્રબુદ્ધ શિક્ષક, સિનિયર સિટીઝન સંગઠન સાવરકુંડલાનાં પ્રવક્તા તરીકે ખૂબ જ પ્રામાણિક રીતે ફરજ બજાવતા સાવરકુંડલાના પત્રકાર બિપીનભાઈ પાંધી (પાંધીસર)નો આજે જન્મદિવસ છે. આજે તેઓ ૬૫ વર્ષ પૂર્ણ કરી અને ૬૬ માં વર્ષમાં પદાર્પણ કરશે. તેઓ સ્વભાવે સ્પષ્ટવક્તા અને આમ જનતાની સમસ્યાથી સુપરિચિત હોવાથી અને સમાજમાં પ્રવર્તતી સમસ્યાઓના ખરાં અર્થમાં નાડપારખું તરીકે સમાજના વિવિધ સમુદાયના લોકોનાં સંપર્કમાં રહીને લોક પ્રશ્નોને પોતાની કલમ અને પત્રકારત્વના માઘ્યમથી તલસ્પર્શી આલેખન દ્વારા બુલંદ અવાજે વાચા આપતાં રહે છે.
એક પ્રભાવી મોટીવેશનલ સ્પીકર, સિનિયર સિટીઝન સંગઠન સાવરકુંડલાનાં પ્રવક્તા તથા ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલાના સક્રિય સભ્ય તરીકે ગ્રાહક જાગળતિ અભિયાન સંદર્ભે પણ તેમનું મહત્ત્વનું યોગદાન છે. તેમજ સાવરકુંડલા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આયોજિત સેમિનાર દ્વારા લોકોને વિવિધ કાનૂનની સમજ આપવા માટેનું પ્લેટફોર્મમાં સાવરકુંડલા તાલુકાના પેરા લીગલ વોલન્ટીયર તરીકે પણ તે પોતાની ફરજ બજાવી રહ્યા છે. શહેરનાં વિવિધ અગ્રણીઓએ તેમનાં જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી રહ્યાં છે. તેમને જન્મદિવસની શુભેચ્છા ૯૪૨૯૦૭૭૨૮૩ ઉપર પણ પાઠવી શકાય છે.
(2:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
