તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 19th November 2024
મનોજ દક્ષિણી ઝીંદાબાદ નિવૃત સનદી અધિકારીનો જન્મદિન

રાજકોટઃ ગુજરાત વહીવટ તંત્રમાં લાંબા સમય સેવા આપી હાલ નિવૃત નિષ્ઠા અને પ્રતિષ્ઠાથી ધબકતા-ઝબકતા અધિકારી તરીકે જાણીતા પંચાયત વિભાગના તાત્કાલીન અધિક સચિવ શ્રી મનોજ વાય દક્ષિણીનો (આઇ એ એસ ૨૦૦૮) જન્મ તા. ૧૯ નવેમ્બર ૧૯૬૨ ના દિવસે થયેલ આજે ૬૩ માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. એમ. વાય દક્ષિણી અગાઉ અમદાવાદ અને ખેડામાં નિવાસી નાયબ કલેકટર, પાલનપુરના નાયબ ચૂંટણી અધિકારી રાજયમાં નાયબ મનોરંજન કર કમિશ્નર, સાયન્સ સીટીમાં વહીવટી અધિકારી ઉધોગ કમિશનર યુવા સેના સાંસ્કૃતિક કમિશનર તાપીમાં અને મહેસાણામાં જિલ્લા વિકાસ અધિકારી આણંદમાં જિલ્લા કલેકટર વગેરે પદ શોભાવી ચૂકયા છે. હાલ અમદાવાદ સ્થાયી થયા છે. મો. ૯૮૨૪૧ ૦૦૨૪૧ અમદાવાદ
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
