News of Wednesday, 20th November 2024
નિલેષ ખૂંટના હૈયે પ્રિત, હોઠે સ્મિત એજ જીવનની રીતઃ હેપ્પી બર્થ ડે

રાજકોટઃ શહેર ભાજપ અગ્રણી અને પૂર્વ ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય નિલેશ ખુંટનો આજે તા.ર૦ નવેમ્બરના રોજ જન્મદિવસ છે. તેમણે ૩૪ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
નિલેશ ખુંટ બાલ્યકાળથી જ ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદી વિચારધારાથી પ્રેરાઇને પાર્ટીમાં વિવિધ જવાબદારી વહન કરતા આવ્યા છે. તેમજ હાલમાં અનેક સામાજીક અને સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલ છે. જેમાં ખોડલધામ ટ્રસ્ટના સ્વયંસેવક તરીકે તેમજ આજી ડેમ ખાતે સુપ્રસિધ્ધ શ્રી દાધા હનુમાન મંદિરમાં મુખ્ય સેવક તરીકે સેવા આપે છે. રાજયના પૂર્વ પ્રમુખમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઇ ભારધ્વાજ તેમજ રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપતભાઇ બોદરને પોતાના આદર્શ માનતા નિલેશ ખુંટને જન્મદિવસના અવસરે મોબાઇલ નં. ૯૭૨૩૩ ૧૯૮૯૮ ઉપર શુભેચ્છાવર્ષા થઇ રહી છે
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
