<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

રાજુલા-જાફરાબાદના પત્રકાર ચેતન વ્‍યાસનો જન્‍મદિન

રાજુલા તા.ર૦ : રાજુલા જાફરાબાદ ના પત્રકાર ચેતન વ્‍યાસનો આજે જન્‍મ દિવસ છે.તેઓ હર હંમેશ પર્યાવરણ બચાવવા માટે ઘણી બધી લડતો લડ્‍યા છે.જેમાં દરિયાઈ વનસ્‍પતિ હોઈ કે વનતંત્રની ભ્રષ્‍ટાચાર,તેમાં હર હંમેશ કાર્યરત રહીને પરિણામ લાવેલ છે.ગૌચર બચાવવા માટે હાઈકોર્ટ ,સુપ્રીમ કોર્ટ સુધીની લડત લડતા રહ્યા છે.પર્યાવરણ બચાવવા માટે ગ્રીન ટ્રિબ્‍યુનલ માં ૨ થી વધારે વાર કેસ ફાઈલ કરેલ છે.આ ઉપરાંત યુવાનો ને રોજગારી માટે ૮૬ દિવસ સુધી આંદોલન કરીને ૫૦ ઉપરાંત યુવાનો ને રોજગારી અપાવવામાં સિંહ ફાળો આપેલ છે.શ્રી ચેતન વ્‍યાસ દ્વારા કોપની ની સ્‍થાપના પહેલા યોજાતી પર્યાવરણ લોક સુનાવણી માં લોકોમાં જાગળતિ લાવી ને કંપનીઓના પ્રદુષણ સામે અવાજ ઉઠાવતા કરવામાં તેમની કામગીરી સરાહનીય રહેલ છે.તેઓ દ્વારા ખેડૂતો ના સંપાદન ના વળતર  પણ લડત ચલાવી ને હજારો ખેડૂતો ને વળતર અપાવેલ છે.ચાહક વર્ગ મો.૭૫૬૭૧૧૭૨૦૧ પર અભિનંદન ની વર્ષા કરશે.

(4:49 PM IST)