News of Wednesday, 20th November 2024
જામનગર લાખોટા નેચર કલબના પ્રમુખ અને જાણીતા વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર જગત રાવલનો જન્મદિવસ

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર તા.ર૦ : લાખોટા નેચર કલબ જામનગરના પ્રમુખ અને જામનગર પત્રકાર મંડળના ખજાનચી જગતભાઈ રાવલનો આજે જન્મદિવસ છે, છેલ્લા ૩૧ વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત જગતભાઈ હાલ દૂરદર્શન ન્યુઝ, ઓલ ઇન્ડિયા રેડિયો, પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો અને ન્યુઝ ૨૪માં રિપોર્ટર છે તેમજ અર્થાત ન્યૂઝના ન્યુઝ એડિટર છે, તેવો લાયન્સ કલબ ઓફ જામનગર (વેસ્ટ), રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ, વિશ્વ સંવાદ કેન્દ્ર, જાયન્ટ્સ ગ્રુપ ઓફ જામનગર (વેસ્ટ) જામનગર ચેમ્બર ઓફ કોમર્સ અને દયારામ લાયબ્રેરી, યુથ હોસ્ટેલ એસોસિએશન, ગુજરાત બિરાદરી, બ્રહ્મ સમાજ, પરશુરામ મંદિર ધામ,જમનાવાડી વિગેરે સંસ્થાઓ સાથે વર્ષોથી જોડાયેલા છે, વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફીમાં તેમને રાષ્ટ્રીય અને રાજ્યક્ષાએ અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે, હાલ તેવોની એમ.પી.શાહ મેડિકલ કોલેજ અને આયુર્વેદ કોલેજમાં એન્ટી રેગીંગ કમિટીના સદસ્ય તરીકે નિમણુંક કરવામાં આવી છે, બહોળું મિત્રવર્તુળ ધરાવતા જગતભાઈ નો મોબાઈલ નંબર ૯૪૨૬૨૦૮૭૮૯ છે.
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
