<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

ગોંડલ આર્યસમાજના પ્રમુખ રૂસભરાજ પરમારનો આજે જન્‍મદિવસ

ગોંડલ તા.  ૨૬: ગોંડલ આર્ય સમાજ ના પ્રમુખ તેમજ રજપૂત સમાજ નાં અગ્રણી તેમજ જાણીતા એડવોકેટ સ્‍વ.વિક્રમભાઈ પરમાર નાં પુત્ર રૂસભરાજભાઇ પરમારે આજે ૨૭ વર્ષ પુરા કરેલ અને ૨૮ વર્ષ માં પ્રવેશ આજે આજે જન્‍મદિવસ છે રૂસભરાજભાઇ પરમાર અતિ આધ્‍યાત્‍મિક શૈક્ષણિક પ્રવળતિઓ સાથે જોડાયેલા છે નાનપણ થી જ સ્‍વામી દયાનંદ સરસ્‍વતી ની વિચાર ધારા સાથે જોડાય ને આર્ય સમાજ ની દરેકપ્રવળત્તિ માં સક્રિય રીતે કામગીરી કરી રહેલ છે તેમજ ગોંડલ આર્ય સમાજ નાં પ્રમુખ નો હોદ્દો ધારવે છે જેમાં સોળ સંસ્‍કાર વિધિ માં જેવી કે લગ્ન,યજ્ઞ,યજ્ઞોપવિત,અંતેષ્ઠી સંસ્‍કાર જેવી વિધીઓ કરાવી સ્‍વામી દયાનંદ સરસ્‍વતી ની વિચારસરણી ગોંડલ તેમજ ગોંડલ તાલુકા નાં વિસ્‍તારમાં આર્ય સમાજ જીવન્‍ત રાખેલ છે નાના માણસો ને આર્થિક અને સામાજિક રીતે ઉપયોગી થાય છે કોઈ પણ માણસ એમની પાસે કામ લય ને જાય એટલે દાંત કાઢતા કાઢતા કામ પણ કરી આપે છે અને પક્ષીઓની સેવા તેમજ પ્રાણીઓ ની પણ સેવા કરે છે રૂસભરાજભાઇ ની ગોંડલ શહેર અને તાલુકામાં સારી એવી લોકચાહના ધરાવે છે.

(9:57 AM IST)