<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

યુવા એડવોકેટ વિવેક લીંબાસીયાનો આજે જન્‍મદિવસઃ ર૮માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ  યુવા ઉત્‍સાહી અને તેજતર્રાર એડવોકેટ શ્રી વિવેક લીંબાસીયાનો જન્‍મદિવસ છે. ખૂબજ નાની ઉંમરે કાયદાની પદવી હાંસલ કરીને રેવન્‍યુ, સિવિલ, ક્રિમીનલ, સાયબર ક્રાઇમ, બેન્‍કિંગ, જાહેર ટ્રસ્‍ટો અને સહકારી મંડળીઓને લગતા કાનુની પ્રેકટીસ કરે છે. તેઓએ પોલિટીકલ સાયન્‍સમાં માસ્‍ટર ડિગ્રી મેળવી છે. તેમજ માસ્‍ટર ઓફ લો (એલએલએમ)નો અભ્‍યાસક્રમ ચાલુ છે. તેઓએ ર૮ વર્ષમાં પ્રવેશ કર્યો છે. વિવેકભાઇ યુવા ફાઉન્‍ડેશન, ક્રાંતિ માનવ સેવા ટ્રસ્‍ટ અને કિશાન ગૌશાળા જેવી અનેક સંસ્‍થાઓમાં માનદ સેવા આપી રહયાં છે. તેઓએ એન્‍કરિંગ ક્ષેત્રે પણ પ્રગતિ મેળવી છે. સરદાર વલ્લભભાઇ પટેલના કથન મુજબ ‘કોઇ નોંધ લે કે ન લે તમારે તમારી ક્ષમતા મુજબ જાહેરસેવાનું કામ કરતું રહેવું જોઇએ' એ સુત્રને તેઓ ખરા અર્થમાં ચરિતાર્થ કરી રહયાં છે. આજે તેમના જન્‍મદિવસ નિમીતે પરિવારજનો, સામાજીક અને રાજકીય આગેવાનો તેમજ કાર્યકરો, શુભેચ્‍છકો, હિતેચ્‍છુ અને મિત્ર વર્તુળ દ્વારા એમણે એમના મો.૯૭૧૪૦ ૭૧૧૭૭ ઉપર લાગણીસભર શુભકામનાઓ અને શુભેચ્‍છાઓ આપવામાં આવી રહી છે.

(10:09 AM IST)