<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

પોસ્‍ટલ પેન્‍શનર પ્રવિણભાઇ કોટકનો કાલે જન્‍મદિન : ૭૨ માં વર્ષમાં પ્રવેશ

 

રાજકોટ તા. ૩૦ : કાપડ મીલ મજુરથી કારકીર્દીની શરૂઆત કરી પોસ્‍ટમેન, સ્‍ટેમ્‍પવેન્‍ડર, શોર્ટીંગ પોસ્‍ટમેન સુધીની જવાબદારીઓ વહન કરી ચુકેલા રાજકોટના પ્રવિણભાઇ કોટકનો કાલે  તા. ૧ ડીસેમ્‍બરના જન્‍મ દિવસ છે. નિવૃત્ત જીવનમાં પણ પ્રવૃત્ત રહેવા હાલ બેકરી વ્‍યવસાય સાથે સંકળાયેલા પ્રવિણભાઇ અન્નદાન, ગૌશાળાદાન, સેવા, સહકારની ભાવના ધરાવે છે. આજે તેમના ૭૨ માં જન્‍મ દિવસ નિમિતે ચોમેરથી શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે. તેમના મો.૮૨૩૮૬ ૨૦૫૦૦ છે.

(2:11 PM IST)