તા. ૨૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૨ ગુરૂવાર
News of Saturday, 30th November 2024
આગામી બાર એસો.ની ચુંટણીના પ્રમુખપદના ઉમેદવાર દિલીપભાઇ જોષીનો જન્મદિવસ

આજરોજ રાજકોટ બાર એસોસીએશન વર્ષ-ર૦રપ ની ચુંટણીમાં પ્રમુખપદનાં ઉમેદવાર તરીકે ચુંટણી લડી રહેલા સિનિયર વકિલશ્રી દિલીપભાઇ જોષીનો જન્મ દિવસ છે. તેઓ પ૮ વર્ષ પુર્ણ કરી પ૯ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહયા છે.
તેઓએ રાજકોટ બાર એસોસીએશનમાં વર્ષ-ર૦૦૮, ર૦૧૦ ના વર્ષમાં કારોબારી સભ્ય તરીકે જંગી બહુમતીથી ચુંટાયેલા અને ત્યારબાદ વર્ષ-ર૦૧ર, ર૦૧૪, ર૦૧૮ તથા ર૦ર૩ નાં વર્ષમાં રાજકોટ બાર એસોસીએશનમાં સેક્રેટરી તરીકે જંગી મતોથી વિજેતા થઇ વકિલોની સેવા કરેલ અને લોકોનાં પ્રશ્નોને વાંચા આપી વકિલોના પ્રશ્નો હલ કરેલ. તેઓ હંમેશા વકિલોના પ્રશ્નોને વાંચા આપી અગ્રેસર રહી તમામ વકિલોને મદદરૂપ થવાની ભાવના ધરાવતા હોય તેઓના આજરોજ જન્મ દિવસ નિમિતે તેઓનાં મો. નં. ૯૮૭૯૦ ૨૩૮૩૨ ઉપર અભિનંદન અને શુભેચ્છાઓનો વરસાદ થઇ રહેલ છે.
(4:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
