News of Monday, 2nd December 2024
માંગરોળના શ્રેષ્ઠ મહિલા શિક્ષિકા ઉષાબેન પીઠડીયાનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., રઃ જુનાગઢ જીલ્લાના માંગરોળના શ્રેષ્ઠ મહિલા શિક્ષિકા તેવા ઉષાબેન પીઠડીયાનો આજે જન્મ દિવસ છે. ઉષાબેન પીઠડીયા માંગરોળમાં છેલ્લા ૧૫ વર્ષથી શિક્ષક તરીકે યુ.એમ.કે પ્રાથમિક શાળામાં તથા ૧૦ વર્ષ પ્રિન્સિપાલ તરિકે સુજતન શાળામાં બાલમંદિરમાં બાળકોને પુરા મનથી ભણાવેલ હતું.માંગરોળના બાહરકોટ અને તેની આસપાસના પ્રાથમિક માધ્યમિક બાળકોને ૨૫ વર્ષથી ટયુશન પણ કરાવતા હતા. તેમના હાથ નીચે ભણેલા માંગરોળ ઘણા વિદ્યાર્થીઓને અનેક જગ્યા નોકરી પણ મળી છે. એક શિક્ષક તરીકે શિ-શિસ્ત, ક્ષ - ક્ષમા, ક - કરુણાના સૂત્રને સાર્થક નિવડે તે રીતે બાળકોને શાળાકીયા વિવધ પ્રવળતિમાં બાળકોને ભાગ લેવડાવી તેમનો આત્મ વિશ્વાસ વઘારતા . અનેક ગરીબ બાળકોને ફી લીધા વગર ટયુશન પણ આપતા. માંગરોળમાં ગણેશ ઉત્સવ, નવરાત્રી તથા સાંસ્કળતિક પ્રવળત્તિઓમાં સારા નિર્ણાયક ની ભુમિકા પણ ભજવતા. માંગરોળ રાજકિય ક્ષેત્રે ભારતીય જનતા પાર્ટીના છેલ્લા ૩૩ વર્ષ થી માંગરોળ શહેર મહામંત્રી, મંત્રી, પ્રમુખ, ઉપપ્રમુખ તરીકે પણ ભુમિકા ભજવેલી. ટયુશન તથા શાળાના પગારમાંથી ઉષાબેનએ પોતાના બંને સંતાન પુત્રી દિપ્તી અને પુત્ર ડો. સચિનને ભણવાની ફી ભરતા. આજે પુત્રી સરકારી શાળામાં શિક્ષિકા છે અને પુત્ર સરકારી કોલેજ આસિસ્ટન્ટ પ્રોફેસર વર્ગ બે જી.પી.એસ.સી પરીક્ષા ઉતિણ કરી છે. તેમના પતિ જયંતિલાલ પીઠડીયા તથા પરિવારના સભ્યો,માંગરોળ ભારતીય જનતા પાર્ટી, શિક્ષણ વગ અને સમગ્ર માંગરોળ માંથી તેમના જન્મ દિવસની હાર્દિક શુભકામના પાઠવે છે. (મો.૯૯૨૪૧૭૧૭૯૧)
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
