<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

કાલાવડના ધારાસભ્‍ય મેઘજીભાઇ ચાવડાનો આજે જન્‍મદિવસ

 

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા. ૪: કાલાવડના ધારાસભ્‍ય  મેઘજીભાઇ ચાવડાનો આજે જન્‍મદિવસ. ભાજપના કાર્યકરથી માંડીને ધ્રોલ તાલુકા પંચાયતના સભ્‍ય તરીકે ચુંટણી જીત્‍યા બાદ સામાજીક ન્‍યાય સમિતિ ચેરમેન મેધજીભાઈ ચાવડા બન્‍યા હતા ત્‍યારબાદ ફરીથી ધ્રોલ ખારવા જીલ્લા પંચાયત બેઠક ઉપરથી મેધજીભાઈ ચુંટણીમાં વિજય મેળવ્‍યો અને જીલ્લા પંચાયત પ્રતિષ્ઠાભર્યા જીલ્લા પંચાયત સામાજીક ન્‍યાય અને અધિકારીતા વિભાગના ચેરમેન બન્‍યા હતા ૨૦૦૯/૨૦૧૨ સુધી સંગઠનમાં મેઘજીભાઈ ચાવડાને જીલ્લા ભાજપ મંત્રી પદની જવાબદારી સોંપવા આવી હતી ત્‍યારબાદ નવું સિમાંકન થતા ૨૦૧૨ થી ૨૦૧૭ સુધી કોંગ્રેસના પીઢ નેતા ડો. દિનેશ પરમારને કારમો પરાજય આપીને ૭૬- કાલાવડ વિધાનસભાના ધારાસભ્‍ય બનતા સતત લોકોની વચ્‍ચે રહીને કામગીરી કરતા સરળ સ્‍વભાવના મેઘજીભાઈ ચાવડાની છાપ ‘‘કોમનમેન'' તરીકે પડી હતી ત્‍યારબાદ ૧૦૧૭થી ૨૦૨૨ કાલાવડ વિધાનસભામા પાટીદાર આંદોલનના વાવાઝોડાના કારણે કોંગ્રેસના ધારાસભ્‍ય પ્રવીણ મુછડીયા આવ્‍યા હતા પરંતુ મેઘજીભાઈ ચાવડાએ ભાજપના કાર્યકર તરીકે કાલાવડ,ધ્રોલ,જોડીયામા, સતત દોડતા રહ્યા હતા અને લોકો વચ્‍ચે રહેવાની ટેવના કારણે ફરીથી મેઘજીભાઈ ચાવડાને ૨૦૨૨મા ધારાસભ્‍યની ટીકીટ આપવામાં આવતા કોંગ્રેસ, આપ વચ્‍ચેના ત્રિપાંખિયા જંગમાં પણ મેઘજીભાઈ ચાવડાએ ભવ્‍ય જીત મેળવીને લોકનેતા તરીકે ઉભરી આવીને ધારાસભ્‍ય બન્‍યા છે, તેમના પત્‍ની શ્રીમતી ગોમતીબેન મેઘજીભાઈ ચાવડા પણ (કાલાવડ નવાગામ જીલ્લા પંચાયત સદસ્‍ય ઉપરથી ચુંટણી જીત્‍યા હોય શ્રીમતી ગોમતીબેન ચાવડા પણ હાલ જીલ્લા પંચાયત સામાજીક ન્‍યાય અને અધિકારીતા વિભાગના ચેરર્પસન છે) આજે ધારાસભ્‍ય મેઘજીભાઈ ચાવડાનો જન્‍મ દિવસ નિમિત્તે સૌ કાર્યકરો, ટેકેદારો શુભેચ્‍છકો, નાગરીકો, જનતા, અને નાનામાં નાનો માણસ ‘‘કોમન મેન''મેઘજીભાઈ ચાવડાને મો :- ૯૮૭૯૭૭૮૦૨૫ નંબર પર જન્‍મદિવસ ની શુભેચ્‍છા પાઠવી રહ્યા છે.

(2:43 PM IST)