<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th December 2024

જાણીતા ધારાશાસ્ત્રી અને બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતના એનરોલમેન્‍ટ કમીટીના ચેરમેન મનોજભાઇ અનડકટનો જન્‍મદિવસ

રાજકોટઃ સૌરાષ્‍ટ્રના પ્રથમ હરોળના જાણીતા ધારાશાસ્ત્રી અને બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતના ચેરમેનપદે રહીને યશસ્‍વી સેવાઓ આપનાર પુર્વ ચેરમેન તથા હાલ એનરોલમેન્‍ટ કમીટીના ચેરમેન શ્રી મનોજ એમ.અનડકટનો આજે ૬ર મો જન્‍મ દિવસ છે. જામનગર મુકામે તા.૭-૧ર-૬૩ના રોજ તેઓનો જન્‍મ થયેલ. સતત ત્રીજી વખત બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતમાં ચુંટાયા છે. અને બીજી વખત તેઓ એનરોલમેન્‍ટ કમીટીમાં ચુંટાયા છે.

શ્રી મનોજભાઇ ધારાશાષાી તરીકે અને રાજકીય ક્ષેત્રે અપાર ચાહના-નામના ધરાવે છે. અનેક મર્ડર કેસો તેઓએ સફળતા રીતે ચલાવ્‍યા છે. અત્‍યંત મિલનસાર સ્‍વભાવના અને સદાય હસતા ચહેરા સાથે અનુભવનું મોટુ ભાથુ અને આધ્‍યાત્‍મીક-અગમ નિગમ ક્ષેત્રે પણ વિશાળ વાંચન-જ્ઞાન ધરાવે છે.

૧૯૮૮ની સાલમાં જામનગર મુકામે તેમના પિતાશ્રી અને સૌરાષ્‍ટ્રના ધરખમ ગજાના ધારાશાષાી મણીલાલ અનડકટ સાથે ફોજદારી, દિવાની, રેવન્‍યુ સાઇડની પ્રેકટીસની શરૂઆત કરેલ. મનોજભાઇ ભારતીય જનતા પાર્ટીના સતત ત્રણ ટર્મથી લીગલ સેલના કન્‍વીનર તરીકે સેવાઓ આપે છે. તેમજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ સેલમાં પણ તેઓ સભ્‍ય છે. તેમજ જામનગર લોહાણા સમાજના કારોબારી સભ્‍ય છે. જામનગરની અનેક ધાર્મિક, શૈક્ષણીક અને સામાજીક સંસ્‍થાઓ સાથે સંકળાયેલા છે. તેઓના મો.૯૬૩૮પ ૧પ૧૪૭ ઉપર શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

(9:55 AM IST)