તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 7th December 2024
અનેક સામાજીક સંસ્થાઓમાં જોડાયેલ બાબરાના મુકુંદભાઇ જસાણીનો જન્મદિન

બાબરા તા. ૭: અમરેલી જીલ્લા અને બાબરાના અનેક સામાજીક સંસ્થા સાથે જોડાયેલા મુકુંદભાઇ જસાણીનો આજે જન્મ દિવસ છે. બાબરામાં ભાજપનો પાયો નાખનાર ‘‘પાયાના પથ્થર'' ઘણા વર્ષો સુધી ભાજપના કન્વીનર તરીકે સેવા આપી તેમણે બાબરા નાગરીક બેંકના ડીરેકટર તરીકે સેવા આપી, બાબરા ચેમ્બર્સ ઓફ કોમર્સના ઉપપ્રમુખ તરીકે સેવા આપી, વિશ્વ લેવલના રઘુવંશી સંસ્થા ‘‘ લોહાણા મહા પરિષદ'' ના યુવા પાંખના મંત્રી તરીકે સેવા આપી, અખિલ ગુજરાત લોહાણા મહાજન સમાજમાં સેવા આપી છે.
અમરેલી રઘુવંશી ફેમીલી કોર્ટ (પંચાયત) માં સેવા આપી, અમરેલી જીલ્લા રઘુવંશી લોહાણા મહાજન મંત્રી તરીકે સેવા આપી હાલ શ્રી રીધેશ્વર મહાદેવ મંદિરના પ્રમુખ તરીકે તથા બાબરા જલારામ મંદિરના ટ્રસ્ટી તરીકે સેવા આપે છે, હાલમાંજ અમરેલી સંઘ મંડળના ટ્રસ્ટી તરીકે રાજીનામુ આપી બીજા માટે જગ્યા કરી આપી છે. મુકુંદભાઇ જસાણીનો મો. ૯૪૦૮૦ ૨૪૨૦૯ મિત્રો તરફથી શુભેચ્છા મળી રહી છે.
(2:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
