તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 10th December 2024
ગોંડલ નાં વરિષ્ઠ પત્રકાર જીતુભાઇ આચાર્યનો જન્મદિવસ

ગોંડલ તા.૧૦ ગોંડલ નાં સિનિયર મોસ્ટ અને ''અકિલા'' ના વિંરિષ્ઠ પત્રકાર જીતુભાઇ આચાર્ય નો આજે જન્મદિવસ છે.છેલ્લા સાડાત્રણ દશકાથી પોતાની તેજ કલમ નાં માધ્યમથી પ્રજાના પ્રશ્ર્નો ને વાચા આપી રહ્યાછે.ખાસ કરીને ક્રાઈમ ની ઘટનાઓ નાં રીપોર્ટીંગ માં જીતુભાઇ આચાર્ય માસ્ટરી ધરાવેછે.
તેમણે નેશનલ કક્ષાનાં મેગેઝિન માં બ્યુરોચિફ તરીકે ફરજ બજાવીછે.પત્રકારત્વ ઉપરાંત સમાજસેવા માં પણ જીતુભાઇ આગવી ઓળખ ધરાવેછે. શહેરની અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા જીતુભાઇ ગોંડલ માં બહોળા મિત્ર વર્ગ સાથે ખાસ્સી લોકચાહના ધરાવેછે.તેમના જન્મદિવસ પ્રસંગે તેમના મોબાઈલ નં.૯૮૨૫૦૫૨૦૮૬ ઉપર ઢેર સારી શુભેચ્છાઓ મળી રહીછે.
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
