News of Tuesday, 10th December 2024
સેવા અને સંઘર્ષના સાથી નેહલ શુકલઃ ૪૭માં વર્ષની કેડીએ કોર્પોરેટરના કદમ

રાજકોટઃ નાની વયે રાજકીય, શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે સબળ નેતળત્વ કરનાર નેહલ શુકલ આજે તા. ૧૦ ડિસેમ્બરના જન્મદિવસ છે.
વોર્ડ નં.૭નાં કોર્પોરેટર અને મ્યુ. કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટિના સભ્ય ડો. નેહલ શુકલે પ્રગતિશીલ જીવનના ૪૭ વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.
જનસંઘ અને ભાજપના પાયાના પથ્થર સ્વ. ચિમનકાકાના પુત્ર નેહલ શુકલ પણ પિતાને પગલે સ્પષ્ટ અને અસરકારક નેતળત્વના અડીખમ ગુણ ધરાવે છે.
તેઓએ વિદ્યાર્થી કાળથી જ રાજકીય કીરર્કીદીનો પ્રારંભ કર્યો છે. યુવા ભાજપનાં પ્રદેશ મહામંત્રી તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય સહિત વિવિધ જવાબદારીઓ નિષ્ઠાપુર્વક સંભાળી છે. ફેબ્રુઆરી-૨૦૨૧માં યોજાયેલ મહાનગર પાલીકાની ચૂંટણીમાં પ્રથમ વખત ઝંપલાવી જંગી બહુમતી મતોથી વિજય પ્રાપ્ત કરી વોર્ડ નં.૭નાં કોર્પોરેટર તરીકે ચૂંટાઇ આવ્યા છે. તેઓ વિસ્તારનાં પ્રશ્નો ઉકેલવા સતત દોડતા રહે છે.
નોંધનિય છે કે, સમગ્ર ગુજરાતમાં આજ સુધીમાં સૌથી નાની વયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સીન્ડીકેટના ઇલેકશનમાં ચુંટણી જીતીને રેકોર્ડ કાયમ કર્યો છે, તેમજ હજુ સુધી સતત સાત ટર્મથી સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટમાં ચૂંટણી જીતી છે તદુપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લો ફેકલ્ટીના ડીન તરીકે અને એકેડેમિક કાઉન્સિલના સભ્ય તથા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડમાં પણ છેલ્લા દસ વર્ષથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રતિનિધિ તરીકે સેવા પણ આપી છે.
આજે નેહલભાઇના જન્મદિવસે રાજકીય - સામાજીક આગેવાનો, શુભેચ્છકો, મિત્રો, કાર્યકર્તા તથા પરિવારજનો દ્વારા (મો.નં. ૯૮૨૪૦ ૬૧૧૧૩) પર શુભેચ્છા વર્ષા વરસી રહી છે.
(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
