News of Wednesday, 11th December 2024
પૂ.શ્રુત પ્રજ્ઞજીનો જન્મદિન

આધ્યાત્મિક યોગ ગુરુ સમણજી શ્રુતપ્રજ્ઞજીએ ૨૦૦૬માં પીસ ઓફ માઇન્ડ ફાઉન્ડેશનની રાજકોટમાં સ્થાપના કરી. તેઓ મૂળ ભુજ કચ્છના વતની છે.આજે તેઓનો જન્મદિન છે.
તેમણે રાજસ્થાનમાં જૈન વિશ્વ ભારતીમાં તેમનું શિક્ષણ પૂર્ણ કર્યું, અને ત્યાંથી તેમણે મનોવિજ્ઞાનમાં એમ.એ ની ડિગ્રી પ્રાપ્ત કરી.
સમણજી એક પ્રભાવશાળી, આધ્યાત્મિક માર્ગદર્શક, પ્રસિદ્ધ લેખક અને પ્રખ્યાત શિક્ષણશાષાી છે, જેમણે વિશ્વભરના ૩૫થી વધુ દેશોનો આધ્યાત્મિક પ્રવાસ કર્યો છે. તેઓ ખાસ કરીને અમેરિકા, બ્રિટન, કેન્યા, મલેશિયા, જાપાન, રશિયા, અને સિંગાપોરમાં લોકપ્રિય છે.
તેમણે ઓક્સફોર્ડ, કેમ્રીજ, બર્કલી અને લંડન જેવી નામી યુનિવર્સિટીઓમાં પ્રવચનો આપ્યા છે. તેમણે સમગ્ર વિશ્વમાં અનેક યોગ અને ધ્યાન સેમિનારો પણ યોજ્યા છે. હમણાં જ ૧૦૦ થી વધુ જાપાની મૂળના લોકોને ધ્યાનની દિશા બતાવીને તેઓ આવ્યા છે.
માનવીની સુખાકારીતા માટે એક સારા લેખક તરીકે એમને ૭૫ જેટલા પુસ્તકો લખી સમાજને સ્વસ્થ કરવાનો સંકલ્પ કરેલો છે. ઘર એજ સ્વર્ગ, ત્રિવેણી સંગમ, પરિવર્તન, જીવનમાં શું ખૂટે છે? જેવા એમના લોકપ્રિય પુસ્તકો છે.
તેમના આધ્યાત્મિક પ્રયાસો ઉપરાંત, એમના ફાઉન્ડેશન દ્વારા આધ્યાત્મિક શિબિરો અને શૈક્ષણિક કાર્યક્રમો સક્રિયપણે યોજાય છે. તેઓ અહીંયાના તેજસ્વી પરંતુ જરૂરિયાતવાળા બાળકોને સ્કોલરશીપ આપીને એમને ઉચ્ચ અભ્યાસમાં મદદ કરે છે.
૧૧ ડિસેમ્બરે તેઓ એમનો જન્મ દિવસ સ્કૂલમાં બાળકો વચ્ચે ઉજવવાના છે. મૂલ્યો અને સંસ્કારોના ઘડતર માટે પ્રસિદ્ધ ભાણવડની પુરુષાર્થ સ્કૂલના ૮૦૦ બાળકો વચ્ચે આ પ્રસંગે પ્રતિયોગિતાનું આયોજન કરેલું છે. ઇનામો આપી સૌને પ્રોત્સાહિત પણ કરવામાં આવશે. અમેરિકાના મહેમાન સોનલ શાહનો પણ જન્મ દિવસ છે. એમના તરફથી સૌ બાળકોને જમાડવામાં આવશે.
તેઓને જન્મદિવસની અભિનંદનની વર્ષા ફોન નંબર ૯૪૨૭૩૧૨૧૬૨ થઈ રહી છે
(4:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
