News of Saturday, 14th December 2024
બેડીપરા શ્રમજીવી સોસાયટીના પ્રમુખ રણછોડભાઇ કોબીયાનો જન્મદિવસ

રાજકોટ તા.૧૪: શ્રી બેડીપરા શ્રમજીવી ઘર બાંધનારી સહકારી મંડળીના પ્રમુખ શ્રી બેડીપરા શ્રમજીવી સોસાયટી રામજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી રણછોડભાઇ વાલજીભાઇ કોબીયાનો આજે ૧૪ ડિસેમ્બરે જન્મદિવસ છે.સેવાભાવી લાગણીશીલ જીવનના ૪૬ વર્ષ પૂર્ણ કરીને ૪૭ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. મધુરમ હોસ્પિટલમાં ન્યુરો સર્જન ડો.હેમાંગભાઇ વસાવડાને ત્યાં ૧૬ વર્ષ ફરજ બજાવેલ હતી.કોળી સમાજની વિવિધ સંસ્થાઓ સાથે જોડાઇને ગરબી મંડળ ,દાંડીયા રાસ, સમુહલગ્ન ,માંધાતા કોળી કર્મચારી મંડળ સાથે સંકળાયેલા છે. બહારગામના વિદ્યાર્થીઓ માટે રહેવા-જમવા માટે સફળ વ્યવસ્થા કરે છે.આજે તેમના જન્મદિવસ નિમિતે રાજકોટ શહેર જીલ્લાના કોળી સમાજની વિવિધ સંસ્થાના આગેવાનો તેમને શુભકામના પાઠવે છે.મો નં ૭૦૧૬૪૨૧૮૭૦ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.(૩૮.૩)
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
