<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

મોરબી જિલ્લા પંચાયતના માજી સદસ્‍ય-ભાજપના આગેવાન મુકેશભાઈ ગામીનો કાલે જન્‍મદિવસ

 

મોરબી, તા., ૧૪ : મોરબી નજીકના મહેન્‍દ્રનગર ગામે રહેતા અને છેલ્લા ઘણા વર્ષોથી રાજકીય અને સામાજિક ક્ષેત્રે સક્રિય એવા મુકેશભાઈ ગામીનો આવતીકાલે તા. ૧૫/૧૨ ના રોજ જન્‍મદિવસ છે

છેલ્લા ઘણા વર્ષોથી રાજકીય અને સામાજિક ક્ષેત્રે કાર્યરત રહીને લોકોને હરહંમેશ ઉપયોગી થતા અને લોકોના પ્રશ્નોને ઉકેલવા માટે સતત અધિકારીઓની સાથે સંપર્કમાં રહીને કામ કરાવતા મોરબી જિલ્લા પંચાયતના માજી સદસ્‍ય અને ભાજપના આગેવાન મુકેશભાઈ ગામીનો આવતીકાલે તા. ૧૫/૧૨ ના રોજ જન્‍મદિવસ છે. તેઓને તેમના મોબાઈલ ફોન ઉપર તેમજ રૂબરૂ મળીને તેમના મિત્રો સગા સ્‍નેહીઓ તથા રાજકીય અને સામાજિક અગ્રણીઓ તરફથી તેમના મો. નં. ૯૮૨૫૮ ૩૯૬૩૩ શુભકામનાઓ પાઠવાશે.

(4:23 PM IST)