<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

દિવના સિંહ પ્રેમી-લેખક રમેશ રાવળનો જન્‍મદિન

વેરાવળ-પ્રભાસ પાટણ, તા. ૧૬ :  ગીર -સાવઝના સાથી-ભગવાનશ્રી પરશુરામ ભકત અને દીવ દર્શન સહિત અનેક પુસ્‍તકો લખનાર દીવના રમેશ રાવળનો આજે ૧૬ ડીસેમ્‍બરે જન્‍મદિવસ છે.

તા. ૧૬-૧ર-૧૯૪૯ના રોજ સુરેન્‍દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોઢ ગામે જન્‍મેલા તેઓ દર વરસે પોતાનો જન્‍મદિવસ કોઇ ને કોઇ તીર્થ-સેવાક્ષેત્ર સંતકુટીરે ઉજવતા રહેતા હોય છે.  આ વરસે તેઓ ઝારખંડના મંદરાચલ પર્વતે ભકિત સાધના સાથે જન્‍મદિવસ મનાવશે.  જેમાં ત્રિલોક પર્વત ઉપર શિવસાધના બાદ કુમારિકાઓને ભોજન-સુંદરકાંડ પાઠ રાવણની શિવભકિત સાથે જોડાયેલ શિવમંદિરની પૂજા કરશે.  મંદરાચલ પર્વતએ છે કે પૌરાણીક કાળમાં જયારે સમુદ્ર મંથન થયું હતું ત્‍યારે આ પર્વન વલોનું બન્‍યો હતો. રમેશ રાવળ દીવ સરકારી હાઇસ્‍કુલના નિવૃત્ત પ્રિન્‍સીપાલ છે. અને ‘‘દીવ દર્શન'', ‘‘કૈલાસ માનસરોવર'' કનકાઇ દર્શન સિંહ ચાલીસા, નર્મદા પરિક્રમા વિષે પુસ્‍તક -લેખો લખેલ છે.  જન્‍મદિને હાર્દિક શુભેચ્‍છાઓનો વરસાદ મોબાઇલ નંબર ૯૮રપ૯ ૯૬રપ૪ ઉપર થઇ રહી છે.

(11:42 AM IST)