<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

રાજકોટના નિવૃત્ત પીઆઇ એન.બી. ચુડાસમાનો જન્‍મ દિવસ

 

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૭ :.. રાજકોટના નિવૃત્ત પીઆઇ નરેન્‍દ્રસિંહ બી. ચુડાસમાનો આજે જન્‍મ દિવસ છે.

જુનાગઢ એન્‍ટી રોમીયો સ્‍કવોડ એલસીબી તેમજ અમરેલી સીટી પીઆઇ તેમજ ગિર સોમનાથ-વેરાવળ સીટીમાં પીઆઇ તરીકે પ્રશંસનીય કામગીરી બજાવી નિવૃત્ત થનાર શ્રી ચુડાસમાની પોલીસ બેડામાં કડક અને જાંબાઝ અધિકારી તરીકે જાણીતા છે તેઓએ પોતાના ફરજ કાળ દરમ્‍યાન કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવામાં કોઇપણ પ્રકારની બાંધછોડ ન કરી પ્રજાને શાંતિ અને સલામતીનો અહેસાસ કરાવનાર આ પોલીસ અધિકારીને આજે પણ લોકો યાદ કરે છે. અને તેમના જન્‍મ દિન નિમીતે મો. ૭૯૯૦ર ૪૭૦ર૦ ઉપર અભિનંદન પાઠવી રહ્યા છે.

(10:02 AM IST)