News of Monday, 23rd December 2024
બ્રહ્મસમાજના ટ્રસ્ટી કોંગી પ્રવકતા હેમાંગ રાવલનો જન્મદિન

રાજકોટ : સચોટ તલસ્પર્શી દલીલો સાથે ડીબેટ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને મીડિયા કોડીનેટર, શ્રી સમસ્ત ગુજરાતબ્રહ્મ સમાજના મેનેજિંગ ટ્રસ્ટી, શ્રી ૧૭તાલુકા ઔદિચ્ય સહષા યુવક મંડળના પ્રમુખ, વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશનના ચેરમેન, પરશુરામ ઇન્ટરનેશનલના રાષ્ટ્રીય મહામંત્રી, ફેડરેશન ઓફ એકેડેમી એસોસિએશનના ગુજરાતના પ્રેસિડેન્ટ, અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના મીડિયા કોર્ડીનેટર, ગુજરાતી સાહિત્ય પરિષદના મધ્યસ્થ સમિતિના સદસ્ય, કોમ્પ્યુટર ટેકનોલોજી ફાઉન્ડેશનના ચેરમેન શ્રી હેમાંગ રાવલનો આજે ર૩ ડિસેમ્બરે (જન્મ તા. ર૩ ડીસેમ્બર ૧૯૭ર) જન્મદિવસ છે.
અંબાજીમાં મોહનથાળ પ્રસાદ ચાલુ કરાવવામાં મહત્વનું યોગદાન આપનાર, ટેકનોલોજી અને સોશિયલ મીડિયાના જાણકાર કે જેમને ટેકનોલોજી અને કોમ્પ્યુટર પર ૩૦ થી વધારે પુસ્તકો લખ્યા છે સાથે સાથે હરિતા નામની બેસ્ટ સેલર નવલકથા પણ તેમણે લખેલી છે. નેશનલ એજ્યુકેશન આઇકોન શિક્ષણ રત્ન એવોર્ડ વિજેતા, મહાદેવ ભક્ત હેમાંગ રાવલને જન્મદિવસ પ્રસંગે ૯૮૯૮૨૩૩૦૩૮ ઉપર શુભેચ્છા મળી રહી છે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
