News of Tuesday, 31st December 2024
ફોકિઆને પડ્ઢિમ રેલ્વેની ઝોનલ રેલ્વે યુઝર્સ કન્સલ્ટેટીવ કમિટી (ZRUCC) માં પ્રતિનિધિત્વ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા. ૩૧ઃ રેલવે મંત્રાલયે સમગ્ર દેશમાં આવેલ વિવિધ ઝોનના મુખ્ય મથક ખાતે ઝોનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટીવ કમિટીનું ગઠન કરવાની મંજૂરી આપી છે. આ કમિટીના ગઠનનો હેતુ રેલવે પ્રશાસન અને રેલવે યુઝર્સ વચ્ચે રેલવે સેવાઓ, રેલવેની કાર્યક્ષમતા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ વિશે વધારે ઘનિષ્ઠ રીતે સંવાદ થાય અને તે થકી તેમાં સુધારાઓ કરવા માટેનો છે. આદરણીય રેલવે મંત્રી શ્રીઍ ફોકિઆ ને વર્ષ ૦૧/૧૦/૨૦૨૪ થી ૩૦/૦૯/૨૦૨૬ માટે, ZRUCC માં પ્રતિનિધિત્વ આપી, આમંત્રિત કર્યા છે.
ફોકિઆ વતી, ZRUCC માં ભાવેન સુરેશભાઈ ઠક્કર પ્રતિનિધિત્વ કરશે. ઔદ્યોગિક અને પ્રવાસન ક્ષેત્રે ઝડપભેર વિકસતા આ જિલ્લામાં, રેલવે સેવાઓમાં વધુ સુવિધા સુધારા થાય અને માળખાકીય કામોમાં ઝડપ આવે તે માટે ફોકિઆ, રેલવે મંત્રાલય સાથે રચનાત્મક સૂચનો કરી કામ કરશે, તેવું ફોકિઆ ની યાદીમાં જણાવવામાં આવ્યું છે. ખાસ કરીને કચ્છ જિલ્લા અને સમગ્ર રીતે વેસ્ટર્ન ઝોન ને લગતા રેલવેના પ્રશ્નો માટે ઉદ્યોગો, જાહેર સંસ્થાઓ અને રેલવે પ્રવાસીઓને તેમના સૂચનો [email protected] .ણૂં પર અથવા ગાંધીધામ અને ભુજ ફોકિઆ કાર્યાલય પર મોકલી આપવા, ફોકિઆ ના મમતાબેન વાસાણી ની યાદી જણાવે છે.
(4:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
