News of Wednesday, 1st January 2025
વોર્ડ નં. ૧૬ના કોર્પોરેટર કંચનબેન સિધ્ધપુરાનો જન્મદિવસ

રાજકોટઃ મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર અને વોર્ડ નં. ૧૬ ના કોર્પોરેટર કંચનબેન રાજેશભાઇ સિધ્ધપુરાનો આજે તા. ૧ જાન્યુઆરીના રોજ જન્મદિવસ છે. શહેર ભાજપ સંગઠનમાં વર્ષોથી કાર્યરત છે. પુર્વમાં તેઓએ ભારતીય જનતા પક્ષમાં નાની મોટી અનેકવિધ જવાબદારીઓ સફળતા પુર્વક સંભાળી છે. મહિલા મોરચાના મહામંત્રી, સંગઠનમાં ઉપપ્રમુખ, મંત્રી તરીકે પણ યોગદાન આપેલ છે. હાલ તેઓ વોર્ડ નં. ૧૬ ના કોર્પોરેટર તરીકેની જવાબદારી સંભાળી રહયા છે. તેઓ રાજકીય ક્ષેત્રે પણ મહિલા મંડળ સહિતની અનેકવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા છે. કંચનબેનના જન્મદિને શુભેચ્છકો, પરીવારજનો, રાજકીય-સામાજીક આગેવાનો સહીત (મોબાઇલ નં. ૯૯૨૪૮ ૪૪૮૪૩) ઉપર શુભેચ્છાઓ પાઠવામાં આવી રહી છે.(૬.૧ર)
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
